MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આગામી ૨ દિવસ આ વિસ્તારોમાં પાણી કાપ રહેશે, મનપાની જાહેરાત

 

MORBI:મોરબી આગામી ૨ દિવસ આ વિસ્તારોમાં પાણી કાપ રહેશે, મનપાની જાહેરાત

 

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાસર હેડવર્કસ ખાતે તાકીદના રીપેરીંગ કામને પગલે આગામી બે દિવસ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબાર યાદી મુજબ, તારીખ ૨૨/૦૬/૨૦૨૬ થી તારીખ ૨૩/૦૬/૨૦૨૬ સુધી પંચાસર હેડવર્કસ ખાતે વાલ્વ રીપેરીંગની જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ સમારકામને કારણે સતત ૨ દિવસ સુધી નીચે જણાવેલા હેડવર્કસ અને તેની આસપાસના લાઇન સાથે જોડાયેલા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે:પંચાસર ,સુરજ બાગ ,દરબારગઢ ,રણછોડનગર ,દાણાપીઠ ,દલવાળી સર્કલ પાસે આવેલ હેડવર્કસથી વિતરણ થતા તમામ વિસ્તારો  મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારોના તમામ નાગરિકોને પાણીનો જરૂરી સંગ્રહ કરી લેવા અને સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!