GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રાજકોટ હાઇવે પર ગટર અને બિસ્માર રોડની સમસ્યાથી સ્થાનિકો પરેશાન; વહિવટી તંત્ર અને નેતાઓ સામે રોષ

MORBI:મોરબી રાજકોટ હાઇવે પર ગટર અને બિસ્માર રોડની સમસ્યાથી સ્થાનિકો પરેશાન; વહિવટી તંત્ર અને નેતાઓ સામે રોષ

 

મોરબીથી રાજકોટને જોડતા મુખ્ય હાઇવે પર દલવાડી સર્કલથી ભક્તિનગર સર્કલ વચ્ચે આવેલા સ્વામિનારાયણ મંદિર નજીકના વિસ્તારમાં રોડ રસ્તા અને ગટરની ભારે સમસ્યા સામે આવી છે. હાઇવે પર સતત ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે.

ગત મોડી રાત્રે ઉભરાતી ગટર અને બિસ્માર રોડના કારણે ૨ જેટલા ટ્રક ખાડામાં અને ગટરમાં ખૂંપી ગયા હોવાની ઘટના પણ બની હતી, જેને બાદમાં માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ખાડા પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે કામગીરી સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

સ્થાનિકોનો આક્રોશ:સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે ઓનલાઇન અને લેખિતમાં અનેક વખત રજૂઆતો કરી છે છતાં કોઈ યોગ્ય નિવારણ આવ્યું નથી. માત્ર નામ પૂરતા ખાતમુહૂર્ત કરવામાં આવે છે પરંતુ કાયમી ઉકેલ આવતો નથી. વેપાર-ધંધાની જગ્યાઓ પાસે ગટરના પાણી ભરાઈ રહે છે અને સ્ટ્રીટ લાઇટો પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે.”

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ ચૂંટણી પૂરી થયા પછી પ્રજાની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવે છે. વારંવાર નબળી ગુણવત્તાનું કામ થવાને કારણે થોડા જ દિવસોમાં રોડ ફરીથી તૂટી જાય છે, જેનાથી અકસ્માતનો ભય સતત રહે છે.તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!