MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી એસ.ઓ.જી. ટીમે: અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો

 

MORBI:મોરબી એસ.ઓ.જી. ટીમે: અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ તેમજ મોરબી પોલીસ અધીક્ષકશ્રી દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચના અન્વયે મોરબી એસ.ઓ.જી. (Special Operation Group) ટીમને એક મોટી સફળતા મળી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના એક ગુન્હામાં લાંબા સમયથી પકડવાના બાકી રહેલા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.સી.ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલિંગ અને બાતમીદારોના સંપર્કમાં હતો. તે દરમિયાન સ્ટાફને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ગુ.ર.નં. ૨૬૩૪/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૩૭(૨) અને ૮૭ મુજબના અપહરણના ગુન્હાના કામે મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખીને એક સફળ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભોગ બનનારને હેમખેમ શોધી કાઢ્યો હતો અને મુખ્ય આરોપીને દબોચી લીધો હતો.

પકડાયેલ આરોપી નિતિનભાઈ ઉર્ફે નીક ગંગારામભાઈ પરમાર ઉંમર: ૨૬ વર્ષ ધંધો: મજૂરી હેવાસી: બાદનપર, તા. મોરબી, જિ. મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા આરોપીને હસ્તગત કરી, ભોગ બનનાર અને આરોપી બંનેને આગળની કાયદેસરની તપાસ અને કાનૂની કાર્યવાહી માટે A H T U (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) મોરબીને સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!