GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકા પોલીસે POCSO એક્ટના ગુનામાં 4 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

MORBI:મોરબી તાલુકા પોલીસે POCSO એક્ટના ગુનામાં 4 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો (POCSO) એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા 4 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી હાર્દિકભાઈ ઉર્ફે ગુરૂ પ્રતિપભાઈ સોલંકી (ઉં.વ. 30, રહે. નાની વાવડી, સિધ્ધીવિનાયક સોસાયટી-1, મૂળ રહે. શક્ત શનાળા) છેલ્લા ચાર મહિનાથી વોન્ટેડ હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ભાટીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી રાજપર રોડ પર આવેલા રામદેવપીરના મંદિર પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.

આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. ભાટીયા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર સી.બી. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!