MORBi:મોરબી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
MORBi:મોરબી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા વીસીપરા વિસ્તારમાં તેમજ મહેન્દ્રનગર ગામ નજીક એમ અલગ અલગ બે સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂની ૧૧ બોટલ તથા ૫ નંગ બિયરના ટીન સાથે અલગ અલગ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં આરોપી હનીફભાઇ દીલાવરભાઇ મોવર ઉવ.૪૫ના રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાંથી વિદેશી દારૂની કુલ ૧૧ બોટલ સાથે ઉપરોક્ત આરોપીની અટક કરવામાં આવી હતી. જ્યારે બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મહેન્દ્રનગર ગામ નજીક ઉમા વિલેજ જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની તલાસી લેતા તેના પાસેથી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૫ ટીન મળી આવ્યા હતા. હાલ પોલીસે બંને રેઇડ દરમિયાન પકડાયેલ આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.