GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ: લીલાપર-વિરપર ‘ઓ.આર.પટેલ માર્ગ’નું કામ આખરી તબક્કામાં, વરસાદ વચ્ચે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો

 

MORBI:મોરબીને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ: લીલાપર-વિરપર ‘ઓ.આર.પટેલ માર્ગ’નું કામ આખરી તબક્કામાં, વરસાદ વચ્ચે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો

ચોમાસામાં શહેરના માર્ગો પર ભારે વાહનોનું ભારણ ઘટશે; માર્ગ અને મકાન વિભાગનો સરાહનીય પ્રયાસ

અતિભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે મોરબી શહેરમાં વાહનવ્યવહારની સુગમતા જાળવી રાખવા માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ અને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તથા ભારે વાહનો શહેરમાં પ્રવેશ્યા વિના બહારથી જ બાયપાસ થઈ જાય તે હેતુથી, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના લીલાપર થી વિરપર નોન-પ્લાન રોડ (ઓ.આર.પટેલ માર્ગ) નું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે.

શહેરના મુખ્ય માર્ગોને મળશે મોટી રાહત – સામાન્ય રીતે ચોમાસા દરમિયાન મોરબીના મુખ્ય રસ્તાઓ પર ભારે વાહનોની આવનજાવનને કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે લીલાપરથી વિરપર સુધીના રોડને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માર્ગ પૂર્ણ થતાં જ:ભારે વાહનો (ટ્રક, ડમ્પર વગેરે) શહેરની અંદર આવ્યા વગર જ બાયપાસ રસ્તેથી પસાર થઈ શકશે.

મોરબી શહેરના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારીણ ખૂબ ઓછું થઈ જશે.

રસ્તા પર સર્જાયા નયનરમ્ય ‘વોટરફોલ’ જેવા દ્રશ્યો : હાલમાં પડી રહેલા અતિભારે વરસાદના કારણે આ નવનિર્મિત ઓ.આર.પટેલ માર્ગ પરથી કુદરતી પાણી વહી રહ્યું છે. પહાડી અને કુદરતી વાતાવરણ વચ્ચે તૈયાર થઈ રહેલા આ રસ્તા પરથી વહેતા પાણીના કારણે અહીં ‘વોટરફોલ’ (જળધોધ) જેવા અત્યંત સુંદર અને મનમોહક દ્રશ્યો સર્જાયા છે, જે વાહનચાલકો અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર જાળવવા તંત્ર કટિબદ્ધ – માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકાસની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, વરસાદી માહોલ વચ્ચે પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી કરીને મોરબીના નાગરિકો માટે સુરક્ષિત, સરળ અને કોઈ પણ વિઘ્ન વગરનો વાહન વ્યવહાર જળવાઈ રહે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ તંત્રની આ સમયસૂચક કામગીરી અને માર્ગ નિર્માણના નિર્ણયને આવકાર્યો છે.

Back to top button
error: Content is protected !!