MORBIMORBI CITY / TALUKO

MORBI”મોરબીનો સિરામિક ઉદ્યોગ મરણપથારીએ: મોંઘા ગેસનો માર અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં મસ્ત!”

 

MORBI”મોરબીનો સિરામિક ઉદ્યોગ મરણપથારીએ: મોંઘા ગેસનો માર અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં મસ્ત!”

 

મોરબી: વિશ્વભરમાં ટાઇલ્સ ઉત્પાદનમાં ડંકો વગાડતું મોરબી આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. મંદીનો માર અને કુદરતી ગેસના આસમાને પહોંચેલા ભાવને કારણે સિરામિક ઉદ્યોગ અત્યારે ‘વેન્ટિલેટર’ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ કારખાના બંધ થઈ રહ્યા છે, તો બીજી તરફ ઉદ્યોગના હિત રક્ષકો ગણાતા અગ્રણીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી સામાન્ય ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


​ઈરાન યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે ગેસ સપ્લાય ખોરવાતા ૧૫ એપ્રિલ સુધી મોરબીના તમામ એકમો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા. અગાઉ જ્યારે ગેસનો ભાવ ૪૨ રૂપિયા હતો ત્યારે પણ ખર્ચ કાઢવો મુશ્કેલ હતો, પરંતુ હવે ગેસના ભાવમાં સીધો ૪૦% નો વધારો ઝીંકાયા બાદ ભાવ ૭૪ રૂપિયા પર પહોંચી ગયો છે. આ ભાવવધારાને કારણે વોલ અને ફ્લોર ટાઇલ્સના એકમો ફરી ધમધમતા થાય તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી.​સરકારની બેવડી નીતિ અને ટેક્સનો બોજ ​ઉદ્યોગકારોમાં ચર્ચા છે કે જો કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખી શકતી હોય, તો મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ગેસના ભાવ કેમ અંકુશમાં નથી રાખવામાં આવતા?

 

​૭૪ રૂપિયાના ગેસમાં ૪ રૂપિયા તો રાજ્ય સરકાર સીધો ટેક્સ વસૂલે છે.​ફોટો સેશન અને વાસ્તવિકતા: થોડા દિવસો પહેલા સિરામિક ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું. મીટિંગ બાદ “સરકાર તમામ મદદ કરશે” તેવી જાહેરાતો અને ફોટો સેશન તો થયા, પણ જમીની હકીકત એ છે કે ઉદ્યોગકારોને કોઈ જ રાહત મળી નથી.​ઉદ્યોગ જગતમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સિરામિકની સમસ્યાઓ લઈને ગાંધીનગર ગયેલા નેતાઓ ઉદ્યોગ માટે રાહત લાવવાને બદલે ‘ટિકિટો’ લઈને આવ્યા છે. ચૂંટણીના માહોલમાં સરકારના ગુણગાન ગાતા નિવેદનો આપીને મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગકારોના દાઝ્યા પર ડામ દેવામાં આવી રહ્યો છે. આજે સ્થિતિ એવી છે કે મોરબીના ઉદ્યોગને ચાઈનાની હરિફાઈ કરતા પોતાના જ નેતાઓની નિષ્ક્રિયતા અને સિસ્ટમનો ‘આઈનો’ વધુ નડી રહ્યો છે.જો ગેસના ભાવ આ જ સ્તરે રહ્યા તો મોરબીનું એક્સપોર્ટ માર્કેટ સંપૂર્ણપણે પડી ભાંગશે. ચાઈના સાથેની હરિફાઈમાં ટકી રહેવું અશક્ય બનશે અને ઉદ્યોગે માત્ર ડોમેસ્ટિક માર્કેટ પર નિર્ભર રહેવું પડશે, જે લાંબો સમય ટકી શકે તેમ નથી.​વર્ષોથી સિરામિક ઉદ્યોગનું શોષણ થઈ રહ્યું છે, છતાં સત્તા પક્ષના ડર કે અન્ય કારણોસર ઉદ્યોગકારો ખુલીને બોલી શકતા નથી. શું મોરબીનો આ વૈશ્વિક ઉદ્યોગ રાજકીય સ્વાર્થ અને મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જશે? તે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે.

Back to top button
error: Content is protected !!