MORBI:મોરબીના નવા જાંબુડિયામાં સગપણ તોડી નાખતા ; ચાર શખ્સોએ પથ્થર અને ધોકા વડે હુમલો કર્યો




MORBI:મોરબીના નવા જાંબુડિયામાં સગપણ તોડી નાખતા ; ચાર શખ્સોએ પથ્થર અને ધોકા વડે હુમલો કર્યો

મોરબી: સગપણ તોડવા જેવી પારિવારિક બાબતે મોરબીના નવા જાંબુડિયા ગામે હિંસક વળાંક લીધો છે. સામસામે કરેલા દીકરા-દીકરીના સગપણ તોડી નાખવાના મનદુઃખમાં ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કરી ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.

નવા જાંબુડિયા ગામે સલાટવાસમાં રહેતા અબ્દુલભાઈ કાળુભાઈ ભરવાડીયા (ઉ.વ. ૪૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અબ્દુલભાઈ અને આરોપી મહમદભાઈના દીકરા-દીકરીના સામસામે સગપણ કરવામાં આવ્યા હતા. જોકે, કોઈ કારણોસર ત્રણ-ચાર દિવસ પહેલા આ સગપણ તોડી નાખવામાં આવ્યા હતા.
હુમલામાં ત્રણને ઈજા, એકને ફ્રેક્ચર સગપણ તૂટવાનો ખાર રાખીને રફાળેશ્વર પાનેલી રોડ પર રહેતા ચાર શખ્સોએ હુમલો કર્યો હતો:ભોલાભાઈ બાબુભાઈ સલાટ: ફરિયાદી અબ્દુલભાઈને પથ્થર મારી આંખના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. મહમદ બાબુભાઈ, કિશન અજીતભાઈ અને નવઘણ ઉર્ફે કાળું મહમદભાઈએ સંજયભાઈ અને રાહુલભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં સંજયભાઈને મોઢાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ છે, જ્યારે અન્યને શરીરે મુંઢ માર વાગ્યો છે.મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



