GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મહાનગરપાલિકાની ટીમે માઘાણી શેરીમાં જર્જરિત મકાન તોડી પાડ્યું 

 

 

MORBI મોરબી મહાનગરપાલિકાની ટીમે માઘાણી શેરીમાં જર્જરિત મકાન તોડી પાડ્યું

 

મોરબીના દરબાર ગઢ નજીક આવેલ મોટી માધાણી શેરીમાં વર્ષો જુનું મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હતું મકાન જર્જરિત થઇ ગયું હતું અને ગમે ત્યારે તૂટી પડે તેવો ભય લત્તાવાસીઓ ને સતાવતો હોવાથી ગત ઓગસ્ટ માસમાં નગરપાલિકાને રજૂઆત કરી હતી અને એપ્રિલ ૨૦૨૫ માં મહાનગરપાલિકાએ મકાન માલિકને આખરી નોટીસ પાઠવી બિલ્ડીંગ તોડી પાડવા સુચના આપી હતી અને આજે મહાનગરપાલિકાની ટીમે જર્જરિત મકાન તોડી પાડતા સ્થાનિકોને રાહત મળી છે શેરીના નાકે હજુ એક જોખમી મકાન તોડી પાડવું જરૂરી મોટી માધાણી શેરીનું વર્ષો જુનું જોખમી મકાન તંત્રએ તોડી પાડ્યું છે

જે કામગીરી આવકારદાયક છે પરંતુ મોટી માધાણી શેરીના નાકે મુખ્ય રોડ પર જ એક હજુ જોખમી મકાન આવેલ છે જે ભારે વરસાદ કે પવનને કારણે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ સકે તેમ છે જેથી શેરીના નાકે આવેલ મકાન તોડી પાડવાની તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે

Back to top button
error: Content is protected !!