GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:વાલીઓ અને શાળાઓને વિદ્યાર્થીઓ સ્થિતિ અને સરકારી પરિપત્રો થી કોઈ ફરક નથી પડતો !!!

MORBI:વાલીઓ અને શાળાઓને વિદ્યાર્થીઓ સ્થિતિ અને સરકારી પરિપત્રો થી કોઈ ફરક નથી પડતો !!!

 

 

Oplus_131072

ગુજરાત સરકારના દિવાળી વેકેશન અંગેના પરિપત્રનો અનાદર ? જિલ્લા શિક્ષણ વિભાગ ને જાણ થતા શિક્ષણ વિભાગ ઊંઘતું રહ્યું !!!

શિક્ષણ એ સેવા મટીને જ્યારથી વ્યવસાય બની ગયો છે ત્યારથી વાલીઓ અને શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓની સ્થિતિ તેમજ સરકારી નીતિ નિયમો સાથે કેમ જાણે કંઈ લેવાદેવા ન હોય તેવી સ્થિતિ દિવસે ને દિવસે બની રહી છે. અને તેમાં પણ ગુજરાત માં શિક્ષણ એ મોટો વ્યવસાય બની ગયો છે. જેમાં થોડા અંશે સરકાર પણ જવાબદાર છે કેમકે બે લગામ બની ગયેલા શૈક્ષણિક સંકુલો સામે સરકારી નીતિ નિયમો ની બાંધછોડ કરી આંખ અને કાન બંધ કરી સરકારી શિક્ષણ વિભાગ તમાશો જોઈ રહ્યું છે.

Oplus_131072

ગુજરાતમાં શિક્ષણને વ્યવસાયના રૂપમાં ખરેખર નેતાઓના સહયોગથી ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવતા પરિપત્રોની અવગણાવો અવારનવાર થતી હોય છે. ત્યારે ચાલુ દિવાળી વેકેશન દરમિયાન આનો એક નમૂનો આજે જ જોવા મળ્યો છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશન અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ જેમાં ગત તારીખ 28-10-2024 થી આગામી 17-11-2024 સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલ અને સરકારી નિયમ મુજબ તમામ શાળાઓએ આની અમલવારી કરવાની હોય છે. પરંતુ આજરોજ મોરબીની અમુક શાળાઓ દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગના પરિપત્ર નો ઉલ્લેખન કરી શાળાઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે વાત્સલ્યમ્ સમાચાર ને પુરાવો સાથે અમુક વાલીઓએ રજૂઆત કરી છે કે હાલ તો હજી અમે ફરવાના પ્લાનિંગ કરતા હતા ત્યાં શાળાઓ શરૂ થતા શાળાઓ શરૂ થતા અમારા તમામ પ્રોગ્રામો પર પાણી ફરી વળ્યું છે, જે અંગે તેઓ પણ કોઈ પણ જાતની ફરિયાદ કરી શકે તેમ નથી કારણ કે ત્યારબાદ શાળા દ્વારા તે વિદ્યાર્થીને હાડકતરી રીતે હેરાન અને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો થતી હોય છે. ત્યારે ના છૂટકે વાત્સલ્યમ્ સમાચાર એ ભાંગે જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરેલ પરંતુ એક કહેવત મુજબ સરકારી ખાતું એટલે સરકારી ખાતું હંમેશા ઊંઘતું જ હોય તેમ ત્રણ દિવસ અગાઉ જાણ કરવા છતાં આજે મોરબીની મોટાભાગની શાળાઓ શરૂ થઈ ગયેલ જે બાદ જિલ્લા શિક્ષણ વિભાગ નો સંપર્ક કરતા જાણવા મળ્યું કે જેઓને જિલ્લા શિક્ષણ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે તેઓ મોટાભાગે મોરબી હાજર હોતા જ નથી અને તેમના નીચેના સ્ટાફ મોરબી જિલ્લા શિક્ષણનો વહીવટ સંભાળી રહ્યા છે તેઓને પણ પૂછતા તેઓ પણ રજા ઉપર હોય જેથી કરીને શિક્ષણ વિભાગ પણ રામના ભરોસે ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે.
આમ જોવા જઈએ તો વાલીઓનો મોટાભાગે વાક હોય છે કેમકે બાજુ વાળા નો છોકરો પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે તો મારો પણ છોકરો પ્રાઇવેટ સ્કૂલમાં જવો જોઈએ, બાજુવાળા નો છોકરો પહેલો નંબર લાવે છે તો મારો પણ છોકરો પહેલો નંબર લાવવો જોઈએ તેવી અપેક્ષાઓમાં શાળાઓ દ્વારા કરવામાં આવતા ગેટ બંધારણીય હુકમો ને સહીને મૌન રહે છે. શાળાઓ પોતાની મનમરજી મુજબ પોતાની ફીઓમાં ધડખમ વધારો કરી દે છે તેમ છતાં તેઓ મૌન રહે છે.
ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકારના નિતિનિયમો બનાવેલા છે, જેમાં મોટાભાગે બાળકોના બેગ ના વજનથી લઈને શાળાએ જવા માટેના નીતિ નિયમો નો પણ સામેલ કરેલ છે. જેનું હાલ ની ધંધાદારી શાળાઓ ખુલ્લેઆમ ઉલંઘન કરી રહી હોય છે. સરકારી નીતિ નિયમો અને પરિપત્રોની અમલવારી કરાવવા માટેની શૈક્ષણિક કચેરીઓ જાણે રામ ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. પાર્કિંગ કે રમતગમત મેદાન ન હોય તેવી શાળાઓને પણ પોતાની રહેમ નજર હેઠળ સેવી રહ્યા હોય છે, શાળાઓ દ્વારા જાહેર કરવામાં આવતા બુટ, સ્કૂલ યુનિફોર્મ, સ્કુલ બેગ તેમજ પુસ્તકો પોતાને દર્શાવેલ સ્ટેશનરી એથી જ લેવાના પરિપત્ર સામે પણ શિક્ષણ વિભાગ કઈ પણ એક્શન લેતું નથી.

Oplus_131072

મોટાભાગના પરિવારમાં એકાદું બાળક પ્રાથમિક માં હોય છે અને એકાદું બાળક ઊંચમાધ્યમિકમાં હોય છે. હાલ ઊંચમાધ્યમિક શાળાઓ શરૂ કરવાના કારણે એક જ પરિવારના બંને બાળકોની માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ જતી હોય છે એક બાળકને ફરવા જવું હોય છે જ્યારે બીજા બાળકની શાળા ચાલુ થતા વાલી તેને ફરવા લઈ જતા નથી કે વેકેશનની મોજ માણવા દેતા નથી તેમ છતાં વાલીઓએ આ અંગે વિરોધ પણ કરી શકતા નથી જેના કારણે શાળાઓ પોતાની મનમાની કરીને મન ફાવે ત્યારે શાળાઓ શરૂ કરે છે અને બંધ કરે છે તેને સરકારના નીતિ નિયમો સાથે જાણે કેમ કોઈ લેવાદેવા જ ના હોય. આજના સમાચાર બાદ જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના દિવાળી વેકેશનના પરિપત્રનું ઉલંઘન કરનારી શાળાઓ પર કઈ પ્રકારના ખાતાકીય પગલા લેશે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!