BANASKANTHAGUJARATPALANPUR

તાલુકા સ્વાગતના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા સિનિયર અધિકારીશ્રીઓની નોડલ તરીકે નિમણૂક કરાઈ

7 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
તાલુકા સ્વાગતના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા સિનિયર અધિકારીશ્રીઓની નોડલ તરીકે નિમણૂક કરાઈ રાજ્યમાં દર માસે તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાય છે. સરકાર અને જનતા વચ્ચે સીધા સંવાદ દ્વારા નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સુખદ સમાધાન તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. બનાસકાંઠા જિલ્લામાં દર માસના ચોથા બુધવારે તાલુકા સ્વાગત તથા દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવી શકાય તે માટે રાજ્ય સરકારશ્રીના નિર્દેશો અનુસાર જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લાના વર્ગ-૧ના સિનિયર અધિકારીશ્રીઓને નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપી છે.
બનાસકાંઠા જિલ્લામાં તાલુકા સ્વાગતના અસરકારક સંચાલન માટે એપ્રિલ ૨૦૨૫ થી ક્રમશ માર્ચ ૨૦૨૬ સુધી વડગામ, પાલનપુર, અમીરગઢ, દાંતા, વાવ, દાંતીવાડા, થરાદ, દિયોદર, લાખણી, ભાભર, સુઈગામ અને ડીસા તાલુકા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે દિયોદર, લાખણી, ભાભર, સુઈગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, વડગામ, પાલનપુર, અમીરગઢ, દાંતા, દાંતીવાડામાં પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાની નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે પાલનપુર માટે પ્રાંત અધિકારીશ્રી પાલનપુર, ડીસા માટે પ્રાંત અધિકારીશ્રી ડીસા, વડગામ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ), દાંતા માટે પ્રાંત અધિકારીશ્રી દાંતા, અમીરગઢ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), દાંતીવાડા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેકમ), થરાદ, દિયોદર, સુઈગામ અને ધાનેરા તાલુકામાં જે તે વિસ્તારના પ્રાંત અધિકારીશ્રીઓ, કાંકરેજ માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, વાવ માટે જિલ્લા આયોજન અધિકારીશ્રી, ભાભર માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા લાખણી માટે નાયબ નિયામકશ્રી, કૃષિ (વિસ્તરણ)ની તાલુકા સ્વાગત કાર્યક્રમનું સંચાલન કરવા માટે નિમણૂક કરાઈ છે તેમ કલેકટર કચેરી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!