PATANSIDHPUR

પાટણના સરસ્વતી તાલુકાના ૧૬ ગામના ૪૨ તળાવ રૂ.૧૫૬૬.૨૫ કરોડના ખર્ચે નર્મદાના નીરથી ભરવામાં આવશે-કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત*

*પાટણના સરસ્વતી તાલુકાના ૧૬ ગામના ૪૨ તળાવ રૂ.૧૫૬૬.૨૫ કરોડના ખર્ચે નર્મદાના નીરથી ભરવામાં આવશે-કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત*

 

સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સરકાર સિંચાઇ અને પાણીના પ્રશ્ને મુશ્કેલીઓ ભોગવતા ઉત્તર ગુજરાત માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સિદ્ધપુર મત વિસ્તારના સરસ્વતી તાલુકાના ૧૬ ગામોના ૪૨ તળાવો નર્મદા કેનાલના પાણીથી ભરવામાં આવશે.

આ અંગે મંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા રૂ.૧૫૬૬.૨૫ કરોડના ખર્ચે નર્મદા કેનાલ આધારીત બની રહેલ કસરા-દાંતીવાડા પાઇપલાઇનથી નર્મદા મુખ્ય કેનાલ ખાતેથી માસા તા હારીજથી ૩૦૦ ક્યુસેક્સ પાણી લીફ્ટ કરવામાં આવશે જ્યાંથી જુદી-જીદી ક્ષમતાના કુલ ચાર પંપીગ સ્ટેશન પર ૨૮ નંગ પંપ ગોઠવી કુલ ૭૭ કી.મી. પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમ માટે બાલારામ નદીમાં નાખવામાં આવશે.આ લાઇન પર ધારૂસણ, વાસણી,કુશ્કલ ખાતે પંપીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે દ્વારા હારીજ તાલુકાના-૩, સરસ્વતી તાલુકાના-૩૦,ડીસા તાલુકાના ૧૩,કાંકરેજ તાલુકાના ૧૪ દાંતીવાડા તાલુકાના-૧ અને પાલનપુર તાલુકાના ૪૫ એમ કુલ ૧૦૬ ગામના ૨૫૩ ગામોના તળાવ તેમજ સુજલામ-સુફલામ કેનાલમાં ૫૦ ક્યુસેક્સ પાણી નર્મદા કેનાલ મારફત આપવામાં આવશે.

માન. મંત્રીએ જણાવ્યુંકે સિદ્ધપુર મત વિસ્તારના સરસ્વતી તાલુકાના અબલુવા ગામના ૨ તળાવ, ભાટસણ-૩,દેલવાડા-૫,ગણેશપુરા-૫,ઘચેલી-૨,હૈદરપુરા-૧,કાનોસણ-૨,ખારેડા-૧,ખોડાણા-૫ કોઇટા-૨, મુના-૫, રખાવ-૧, રવિયાણા-૨, મોરપા-૨, ઉંટવાડા-૨ તેમજ વહાણાના ૨ એમ કુલ ૧૬ ગામના ૪૨ તળાવો, તેમજ ગણેશપુરા-ઘચેલી પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ અને આ લાઇનની બન્ને તરફ ૩.૦૦કી.મી વિસ્તારમાં આવતા તળાવોને પણ નર્મદાના નીરથી ભરવામાં આવશે. આ ઉપરાંત દાંતીવાડા ડેમ આધારીત ગઢ કેનાલ જેનુ અંદાજિત રૂ.૧.૦૦ કરોડના ખર્ચે રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે તે પુર્ણ થયેથી સરસ્વતી તાલુકાના સિંચાઇના પ્રશ્ન હલ થશે. આ કામો પૈકી પાઇપલાઇનના કામ અત્યારે યુધ્ધના ધોરણે ચાલુ છે. જુદા-જુદા ગામોએ પંપીંગસ્ટેશન બનાવવા માટેની જમીન સંપાદનની કાર્યવાહિ પણ આખરી તબક્કામાં છે. આમ, પ્રોજેક્ટ સમયસર પુર્ણ કરી લાભાર્થી ગામોના તળાવોમાં પાણી આપી વિસ્તારના સિંચાઇના પાણીના પ્રશ્ન હલ કરવા સરકાર કટિબધ્ધ છે એમ માનનીય મંત્રીએ જણાવ્યું હતુ.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!