MORBI:મોરબીમાં સબર શુકુન અમન અને ચેન સાથે ઈદ-ઉલ અદહાની ઉજવણી કરતા મુસ્લીમ બીરાદરો







MORBI:મોરબીમાં સબર શુકુન અમન અને ચેન સાથે ઈદ-ઉલ અદહાની ઉજવણી કરતા મુસ્લીમ બીરાદરો


રીપોટર મોહસીન શેખ

હરસાલ મુજબ આસાલ પણ મુસ્લિમ બિરાદરો એ ઈદ ઉલ અદહાની શાનો શોકતથી ઉજવણી કરી હતી આ બાબતે જો વાત કરીએ તો આજે તારીખ 28 5 2026 ગુરુવાર અને મુસ્લિમચંદ ૧૧ જીલહજ ના રોજ ઈદ ઉલ અદહા નિમિત્તે મોરબીની તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી હતી તમામે તમામ મસ્જિદોમાં નમાજ પઢવા માટે અલગ અલગ ટાઈમ રાખ્યા હતા જેમાં તે ભાઈઓએ ટાઈમ મળ્યો એ મુજબ પોતપોતાની લતાઓની મસ્જિદો મા નમાજ અદા કરી અલ્લાતાલાની બારગા હે મુકદસ માં પોતાના ઈમાનનુ સબૂત પેશ કર્યું હતું સાથે સાથે જુમ્મા મસ્જિદેથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદ મિયા બાપુ કાદરી ની સરપરસ્તિમા શાનદાર ઝુલુસ શહેરના મુખ્ય માર્ગ નેહરુ ગેટ સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહે પહોંચ્યું હતું જેમાં શહેર ખતિબ રસિદ મિયા બાપુએ ઈદ ઉલ અદહાની નમાજ અદા કરાવી હતી જ્યાં મોરબી શહેરના અને આજુબાજુના ગામડાઓ માંથી હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદગાહે નમાજ અદા કરી હતી સાથે સાથે શહેર ખતિબ રસીદમિયા બાપુ કાદરીએ ઈદના પાક અવસર ઉપર આપણા ભારત દેશમાં અમન ચેન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બહારગાહે મુકદશ માં ખાસ દુઆએ ખેર કરી તમામને ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્યારબાદ ખાટકીવાડ પાસે આવેલી હૈદરી મસ્જિદે જુલુસ નુ સમાપન થયું હતું આ જુલાસમાં કોઈપણ અનીછીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી આ તહેવારને ચાર ચાંદ લગાવી દીધા હતા





