GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.

WANKANER:વાંકાનેર દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.

 

 

તા. ૨૬/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને બંધારણ દિવસના ઈતિહાસ વિશે માહિતી આપી હતી અને બંધારણનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય સતીશકુમાર સરડવા, શિક્ષક તૌસિફભાઈ બાવરા, શિક્ષિકા આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરસીયાએ બંધારણ દિવસ વિશે વક્તવ્યો આપ્યાં હતાં. ત્યારબાદ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ બંધારણના આમુખનું વાચન કર્યું હતું. બંધારણ દિવસની ઉજવણીમાં શાળાના શિક્ષકો અને ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બંધારણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ શાળાના આચાર્ય સતીશકુમાર સરડવાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. બંધારણ દિવસની ઉજવણીના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!