GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શ્રી નાકાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞ: આજે સાંજે મહાપ્રસાદ યોજાશે

 

MORBI:મોરબીમાં શ્રી નાકાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞ: આજે સાંજે મહાપ્રસાદ યોજાશે

 

​મોરબી: મોરબી ખાતે બિરાજતા શ્રી નાકાવાળી મેલડી માતાજીના સાનિધ્યમાં ભવ્ય નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ અને શ્રદ્ધાના આ ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.



​માતાજીના આ ઉત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે:​નવચંડી યજ્ઞ: ગત તારીખ ૦૮ ને બુધવારના રોજ સવારે શુભ ચોઘડિયે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો.​થાંભલી રોપણ: આજે તારીખ ૦૯ ના રોજ સવારે હર્ષોલ્લાસ સાથે થાંભલી રોપણ વિધિ અને ભુવાઓના સામૈયા કરવામાં આવ્યા હતા.
​મહાપ્રસાદ: આજે સાંજે ૬:૩૦ કલાકે માધાપર સતવારા જ્ઞાતિની વાડી, રામજી મંદિર પાછળ, મોરબી ખાતે ભવ્ય મહાપ્રસાદનું આયોજન છે.​થાંભલી વધામણા: આવતીકાલે તારીખ ૧૦ ને શુક્રવારના રોજ વિધિવત રીતે થાંભલી વધામણા કરવામાં આવશે.​સ્થળ: માધાપર સતવારા જ્ઞાતિ વાડી, રામજી મંદિર પાછળ, મોરબી.​આ ધાર્મિક પ્રસંગે સમસ્ત માધાપર અને આસપાસના પંથકના ભક્તોને દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માતાજીના નવરંગા માંડવાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!