GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં આહીર સેના દ્વારા યોજાશે નવરાત્રી મહોત્સવ
MORBI:મોરબીમાં આહીર સેના દ્વારા યોજાશે નવરાત્રી મહોત્સવ
મોરબી : આહીર સેના દ્વારા તા.૦૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજનનું સ્થળ બહુચર પાર્ટી પ્લોટ નવલખી રોડ, મોરબી રહેશે. આહીર સમાજના પ્રખ્યાત કલાકારો આ નવરાત્રી મહોત્સવમાં પધારશે. આ તકે સમસ્ત આહીર સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તેમજ રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી.આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. તેમ યાદીમાં જણાવાયું છે.