GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં નવા ટ્રસ્ટઓની નિમણૂક કરવામાં આવી.

MORBI:ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીમાં નવા ટ્રસ્ટઓની નિમણૂક કરવામાં આવી.

 

 

મોરબી ખાતે વર્ષ 1996 માં સ્થાપના કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી જેના હાલ રજીસ્ટ્રેશન નંબર ઈ/૪૨૨/મોરબી છે તેની સાધારણ સભા તાજેતરમાં મળી અને નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી.

મોરબી ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા વર્ષ 1996માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી જે ટ્રસ્ટ હેઠળ પાટીદાર વિદ્યાર્થી ભુવન પાસેથી શૈક્ષણિક હેતુસર જગ્યા મેળવી વર્ષ 2001માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય શરૂ કરવામાં આવી આ સમયે 11 સામાજિક આગેવાનો આ ટ્રસ્ટ નું સંચાલન કરી રહ્યા હતા. જેમાંથી સાત ટ્રસ્ટીઓના અવસાન થતાં ચેરિટી કમિશનર મોરબી દ્વારા તેઓના નામ કમી કરતા ટ્રસ્ટમાં ખાલી પડે જગ્યાઓ માટે ટ્રસ્ટના સામાન્ય 33 સભ્યો માંથી 12 સભ્યો ને કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરી સ્કીમ 50 એ મુજબ નવી કારોબારી ની રચના કરવામાં આવી તારીખ 31/05/2025 ના રોજ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ટ્રસ્ટના હાલના કાર્યકારી પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમારની અધ્યક્ષ સ્થાને પ્રથમ કારોબારી મીટીંગ મળેલ જેમાં બારમાંથી દસ સભ્યો હાજર રહેલ.

ટ્રસ્ટના નવા કારોબારી સભ્યો તરીકે..
(૧,) જમનાદાસ ટપુભાઈ પરમાર (૨,) કેશવલાલ રામજીભાઈ ચાવડા (3, )વલ્લભદાસ હિરદાસ પરમાર (૪,) પરેશકુમાર માલજીભાઈ પારીઆ (૫,) હિતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ (૬,)મૂળજીભાઈ ડી સોલંકી (૭,)વકિલ હસમુખભાઈ એમ. સોલંકી (૮,)ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા (૯,)મહેશભાઈ હીરાભાઈ પરમાર (૧૦,)નિલેશભાઈ ભીમજીભાઇ ચૌહાણ (૧૧,) મણીલાલ વાલજીભાઈ ચાવડા
(૧૨,)આકાશ ગલાભાઈ પરમાર ની નિમણૂક કરવામાં આવેલ છે. તેમજ ૨૦ થી વધુ સામાન્ય સભ્યો સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ છે.આગામી વર્ષ 2025-26 મા ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય માં પિતા હયાત વગરના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે તેમજ શિક્ષણમાં નબળા રહી ગયેલ બાળકોને ફ્રીમાં ટ્યુશન આપવામાં આવશે. અને એક ઘરમાં બેથી વધુ કન્યાઓ હશે તો બાકીની કન્યાઓની 50% ફ્રી માં રાહત આપવામાં આવશે. તેવી યાદી ટ્રસ્ટના કાર્યરત મંત્રી શ્રી કેશવલાલ ચાવડાએ આપેલ.

Back to top button
error: Content is protected !!