GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના જૂના દેવળીયામાંથી રૂ. ૧૬,૬૭૦ના વિદેશી દારૂ-બિયર સાથે એક ઝડપાયો: માલ સપ્લાય કરનાર ફરાર

 

HALVAD:હળવદના જૂના દેવળીયામાંથી રૂ. ૧૬,૬૭૦ના વિદેશી દારૂ-બિયર સાથે એક ઝડપાયો: માલ સપ્લાય કરનાર ફરાર

 

 

હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક શખ્સ રેઇડ દરમિયાન હાજર ન મળી આવતા પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર, હળવદ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જૂના દેવળીયા ગામે રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે કોકો જેસીંગભાઈ વાડેચા પોતાના મકાનમાં વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો રાખે છે. બાતમીના આધારે પોલીસે મકાનમાં રેઇડ પાડતા ત્યાંથી:વિદેશી દારૂની બોટલ: ૨૭ નંગ બિયરના ટીન: ૨૪ નંગ કુલ મુદામાલ કિંમત: ₹૧૬,૬૭૦ પોલીસે રૂ. ૧૬,૬૭૦ના કુલ મુદામાલ સાથે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કોકો જેસીંગભાઈ વાડેચાને સ્થળ પરથી ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો જૂના દેવળીયા ગામના જ ફિરોજ સંધવાણી નામના શખ્સે પૂરો પાડ્યો હતો. જોકે, મુખ્ય આરોપી ફિરોજ સંધવાણી સ્થળ પર મળી આવ્યો નહોતો.

હળવદ પોલીસે આ મામલે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપી ફિરોજ સંધવાણીને ઝડપી પાડવા શોધોખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!