MORBI:મોરબીમાં ઘરમાંથી ૪૮ બોટલ દારૂ સાથે એકની ધરપકડ!
MORBI:મોરબીમાં ઘરમાંથી ૪૮ બોટલ દારૂ સાથે એકની ધરપકડ!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેર નાં ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં તેનાં આધારે સ્થાનિક પોલીસ મોરબી શહેર બી ડિવિઝન પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૪૮ બોટલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે ઘરધણીની ધરપકડ કરી હતી અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મહેશ મકવાણાના મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની બાતમી મળી હતી. તે બાતમી નાં આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મહેશ મકવાણાના ઘરમાંથી દારૂની ૪૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કિંમત રૂપિયા છવ્વીસ હજાર નવસો છોતેર નાં દારૂની બોટલો કબ્જે આરોપી મહેશ ધનજીભાઈ મકવાણા રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ મોરબી વારા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને ઋષિરાજસિંહ જાડેજા રહે. મોરબી વાળાએ આપેલ હોવાનું ખુલ્યું હતું. મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બન્ને શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને ઋષિરાજસિંહ જાડેજાને પકડવા માટે મોરબી શહેર બી ડિવિઝન પોલીસની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.