MORBI:રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત બી.આર.સી. ભવન મોરબી દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો
MORBI:રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત બી.આર.સી. ભવન મોરબી દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો
શિક્ષા મંત્રાલય, ભારત સરકાર ઘ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુઘારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એકસપોઝર વિઝીટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અન્વયે બી.આર.સી. ભવન મોરબી દ્વારા રાજકોટ ખાતે પ્રદ્યુમન પાર્ક અને રીઝનલ સાયન્સ સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલ મહાકુંભમાં, શિક્ષણ વિભાગ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં ,ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ સ્તર પર પહોંચેલ અંદાજિત ૧૦૦ જેટલા બાળકોને એક્સપોઝર મળે એ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. બાળકો એ પ્રદ્યુમન પાર્ક ખાતે પહોંચી પક્ષીઓ અને પ્રાણીઓને નિહાળ્યા હતા. ત્યાર બાદ રિઝનલ સાયન્સ સેન્ટરમાં બાળકોને વિજ્ઞાન વિશેની અલગ અલગ ગેલેરીઓની મુલાકાત કરાવી. VR ZONE ની ચાર રાઈડોનો વ્યક્તિગત અનુભવ કરાવવામાં આવ્યો હતો. સાથોસાથ બાળકોએ 3D મુવીનો લ્હાવો પણ લીઘો હતો. આ સમગ્ર પ્રવાસનું આયોજ ન મોરબી બી આર સી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.