MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા તથા માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના સંયુક્ત દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત એક દિવસીય કેમ્પનું આયોજન.
MORBI:મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા તથા માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના સંયુક્ત દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત એક દિવસીય કેમ્પનું આયોજન.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા તથા માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન ના સંયુક્ત સહયોગ દ્વારા મોરબી શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે તારીખ ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવશે આ યોજનાનો લાભ શહેરી વિસ્તારના જેવા કે, દૂધ/દહીં વેચનાર, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસ કરનાર, પ્લમ્બર કામ કરનાર, સેન્ટીંગ કામ કરનાર, ઇલેક્ટ્રિક રીપેરીંગ કરનાર, અથાણા/પાપડ બનાવનાર, પંચરકામ કરનાર, વગેરે જેવા કામ કરતા કારીગરો આ યોજનાનો લાભ લઇ શકશે.અરજી સાથે જરૂરી આધારો જેવાકે, આધાર કાર્ડ, રેશનકાર્ડ, જાતિ અને આવકનો દાખલો, પાસપોર્ટ ફોટા, આધાર સાથે લીંક મોબાઈલ તથા અરજદારનું એકરારનામું, સ્થળ:- મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા, .સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવાશેરી. જુના બસસ્ટેન્ડ પાસે, સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ દરમ્યાન . વધુ જાણકારી માટે UCD વિભાગ ના ફોન નં. ૦૨૮૨૨-૨૨૦૨૩૫ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.