GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ટીંબડી ગામે ખેતરની ઓરડીમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો 

MORBI:મોરબીના ટીંબડી ગામે ખેતરની ઓરડીમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના ટીંબડી ગામે આવેલ ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ થતું હોવાની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે રેઇડ કરતા ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૯૧ નંગ બોટલ તથા બિયરના ૨૪ ટીન સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો હળવદના રાણેકપરનો એક શખ્સ આપી ગયો હોવાની કબુલાત આપી હતી. હાલ તાલુકા પોલીસે બન્ને આરોપી તથા તપાસમાં ખુલ્લે તે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે ટીંબડી ગામે જગદીશભાઈ પટેલ રહે ટીંબડી ગામવાળાના ખેતરની ઓરડીમાં એક શખ્સ વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે પંચો સાથે ટીંબડી ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે ઉપર આવેલ ખેતરની ઓરડીમાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસે ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૯૧ નંગ બોટલ તથા બિયરના ૨૪ ટીન એમ કુલ કિ.રૂ. ૪૯,૬૪૩/-ના મુદ્દામાલ સાથે આરોપી અંકુરભાઈ રમેશભાઈ ગણેશીયા ઉવ.૨૫ રહે.ગણેશનગર પાટીદાર ટાઉનશીપ પાછળ ટીંબડી ગામવાળાની અટકાયત કરવામાં આવી હતી.તાલુકા પોલીસના દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો આરોપી રાજુભાઇ ઉડેચા રહે.રાણેકપર તા.હળવદવાળો આપી ગયો હોવાનું જણાવતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!