MORBI:મોરબી દરબારગઢ ચોક સ્થિત ખોડિયાર માતાજી મંદિરના ૪૦ વર્ષ પૂર્ણ; ભવ્ય નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન







MORBI:મોરબી દરબારગઢ ચોક સ્થિત ખોડિયાર માતાજી મંદિરના ૪૦ વર્ષ પૂર્ણ; ભવ્ય નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન


મોરબીના ઐતિહાસિક દરબારગઢ ચોક ખાતે બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સ્થાપનાને સફળતાપૂર્વક ૪૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મંગલમય અવસરે માં ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં એક ભવ્ય અને દિવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત જેઠ સુદ-૫ ને શુક્રવાર, તારીખ ૧૯-૦૬-૨૦૨૬ ના રોજ આ ઉત્સવ અત્યંત ધામધૂમથી ઉજવાશે.

ધાર્મિક મહોત્સવની રૂપરેખા અને સમયપત્રક:આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત દિવસભર વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાશે, જેની વિગત નીચે મુજબ છે:નવચંડી યજ્ઞ પ્રારંભ: સવારે ૮:૦૦ કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ (બીડું હોમવાનો સમય): સાંજે ૪:૩૦ કલાકે ભવ્ય મહા આરતી: સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદ: સાંજે ૭:૩૦ કલાકે (તમામ શ્રદ્ધાળુઓ માટે) સ્થળ: આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર, દરબારગઢ ચોક, મોરબી. હવનમાં બેસવા માટે રજીસ્ટ્રેશન જરૂરી
મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે ભાવિક ભક્તો આ પવિત્ર નવચંડી હવનમાં યજમાન પદે બેસવા ઈચ્છતા હોય, તેમના માટે આગોતરા રજીસ્ટ્રેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રસ ધરાવતા ભક્તોએ મોરબી દરબારગઢ ચોક સ્થિત મંદિરનો રૂબરૂ સંપર્ક કરવો અથવા નીચે આપેલા સંચાલકોના મોબાઈલ નંબર પર વહેલી તકે સંપર્ક કરવા વિનંતી છે:મોબાઈલ નંબર: 82000 07560 મોબાઈલ નંબર: 99099 74717 આ ૪૦મા પાટોત્સવ સમાન ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોરબીની ધર્મપ્રેમી જનતા અને તમામ માઈભક્તોને દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે માં ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



