GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પાવડીયારી પાસે ફેક્ટરીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
MORBI:મોરબીના પાવડીયારી પાસે ફેક્ટરીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબી તાલુકાના પાવડીયારી ગામ પાસે આવેલ પેન્ટાગોન સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા કવિતાબેન રાજકુમાર આદિવાસી ગઈકાલ ૨૯/૧૧ના રોજ પોતાના લેબર ક્વાર્ટરમાં હોય તે દરમિયાન બપોરના કોઈપણ સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું, જે મામલે મૃતકની લાશ પરિવારજનો દ્વારા પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી. પ્રાથમિક વિગતોમાં મૃતક કવિતાબેનના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી લાશનું ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કામગીરી હાથ ધરી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.