MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે મત ગણતરીનો શાંતિપૂર્ણ પ્રારંભ; ઓબ્ઝર્વરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિ

MORBI:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે મત ગણતરીનો શાંતિપૂર્ણ પ્રારંભ; ઓબ્ઝર્વરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિ

 

 

ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી સંજય જોશી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું

સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી સાથે મતગણતરીનો શાંતિપૂર્ણ પ્રારંભ; ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઉત્સુકતાભર્યા માહોલમાં મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી સંજય જોશી તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં નિયત પ્રોટોકોલ મુજબ મતગણતરી કેન્દ્રો પર ગણતરી શરૂ કરવામાં આવી હતી.

 

નક્કી કરવામાં આવેલા સમયે, સ્ટ્રોંગ રૂમ ખોલીને વિવિધ બેઠકો માટેના મતોની ગણતરી હાથ ધરાઈ હતી. નિયમ મુજબ સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી સાથે આ પ્રક્રિયાનો શાંતિપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઓબ્ઝર્વરશ્રી અને કલેક્ટરશ્રીએ મતગણતરી કેન્દ્રના વિવિધ ટેબલોની મુલાકાત લઈ, પારદર્શકતા અને શિસ્તબદ્ધ રીતે કામગીરી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મતગણતરી કેન્દ્રો પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને પ્રક્રિયા સુગમ રીતે ચાલે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. દરેક ટેબલ પર ગણતરી માટે નિયુક્ત કર્મચારીઓ અને ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં સીસીટીવી કેમેરાના મોનિટરિંગ હેઠળ મતોની ગણતરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!