MORBI:મોરબી હળવદના સાસરિયાઓ દ્વારા પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ, મહિલા પોલીસ મથકે ફરિયાદ





MORBI:મોરબી હળવદના સાસરિયાઓ દ્વારા પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ, મહિલા પોલીસ મથકે ફરિયાદ

મોરબી: લગ્નના ગણતરીના દિવસોમાં જ પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળીને ૨૫ વર્ષીય યુવતીએ ન્યાયની ગુહાર લગાવી છે. છેલ્લા છ મહિનાથી પિયરમાં રહેતી દીકરીએ અંતે હળવદ સ્થિત સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.
ભોગ બનનાર: કૃપાબેન અંકિતભાઈ અગોલા (ઉંમર ૨૫ વર્ષ), રહે. રાજપર, મોરબી.આરોપીઓ: 1. અંકિતભાઈ ભાવેશભાઈ અગોલા (પતિ) 2. મીનાબેન ભાવેશભાઈ અગોલા (સાસુ) 3. અર્પીબેન જીલભાઈ વડગાસીયા (નણંદ) હળવદ (સાસરી) અને મોરબી.ફરિયાદ મુજબ, કૃપાબેનના લગ્ન વર્ષ ૨૦૨૫માં હળવદના અંકિતભાઈ સાથે થયા હતા. શરૂઆતના થોડા દિવસો બાદ જ ઘરમાં વિખવાદ શરૂ થયો હતો:માનસિક ત્રાસ: સાસુ મીનાબેન દ્વારા ઘરકામ બાબતે સતત મેણા-ટોણા મારવામાં આવતા હતા. તેમજ નણંદ અર્પીબેન ફોન દ્વારા પતિની ખોટી ચડામણી કરતા હોવાનો આક્ષેપ છે.શારીરિક હિંસા: પતિ અંકિતભાઈ દ્વારા નાની-નાની બાબતોમાં બોલાચાલી કરી મારકૂટ કરવામાં આવતી હતી. ફરિયાદમાં ઉલ્લેખ છે કે, એકવાર ફોન બાબતના ઝઘડામાં પતિએ કૃપાબેનનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું.સમાધાનના પ્રયાસો: આ ત્રાસથી કંટાળી કૃપાબેન છેલ્લા ૬ મહિનાથી પોતાના પિતાને ઘરે રહેતા હતા. પિતાએ સામાજિક સ્તરે અનેકવાર સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા, પરંતુ સાસરિયાઓના વલણમાં કોઈ સુધારો ન આવતા અંતે કાયદાનો સહારો લેવો પડ્યો હતો.મોરબી મહિલા પોલીસે કૃપાબેનની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.



