TANKARA:ટંકારાના મીતાણા ગામની સીમમાં ફિનોમેક્સ કારખાનામાં ટ્રક ખાલી કરવા બાબતે માથાકૂટ: સામસામે મારમારીની પોલીસ ફરિયાદ




TANKARA:ટંકારાના મીતાણા ગામની સીમમાં ફિનોમેક્સ કારખાનામાં ટ્રક ખાલી કરવા બાબતે માથાકૂટ: સામસામે મારમારીની પોલીસ ફરિયાદ

ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ ફિનોમેક્સ કારખાનામાં ટ્રકમાંથી એલ્યુમિનિયમની પટ્ટીઓ ખાલી કરવાના ક્રમ અને સમય મુદ્દે ડ્રાઇવર અને કારખાનાના પ્રોડક્શન મેનેજર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું ખેલાયું હતું. આ મારમારીના બનાવમાં બંને પક્ષે ગંભીર ઈજાઓ પહોંચતા ટંકારા પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાઈ છે.

પ્રથમ પક્ષની ફરિયાદ (ડ્રાઇવર પક્ષ):રાજકોટના તરઘડી ગામે રહેતા રાઘવભાઈ આલાભાઈ ભરવાડ (ઉ.વ.૨૮) નામના યુવકે આરોપી શ્યામકાંત સૂર્યમની શર્મા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગાડી ખાલી કરવા બાબતે આરોપીઓએ ગેરકાયદેસર અવરોધ ઉભો કરી ગાળો આપી હતી. બાદમાં એલ્યુમિનિયમની એંગલો વડે હુમલો કરતા રાઘવભાઈ: માથાના ભાગે ટાંકા અને શરીરે મૂઢ ઈજા. રામભાઈ (સાથી): માથામાં ટાંકા અને જમણા પગે ફેક્ચર. મુકેશભાઈ (સાથી): ડાબા હાથ અને પગમાં ફેક્ચર.
સામા પક્ષની ફરિયાદ (કારખાના પક્ષ):સામા પક્ષે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ફિનોમેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી પ્રોડક્શન મેનેજર/નોકરી કરતા શ્યામકાંત સૂર્યમની શર્માએ રાઘવભાઈ ભરવાડ તથા અન્ય ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ટ્રક થોડી પાછળ લેવા બાબતે આરોપીઓએ ઝઘડો કરી ગાળો આપી હતી અને પાઈપ તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં શ્યામકાંત શર્મા ઉપરાંત તેમના સાથી રજનીકુમાર, ધીરજ કુમાર અને બ્રિજેશને માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.ટંકારા પોલીસે બંને પક્ષોની સામસામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


