MORBI:મોરબી વજેપરના દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો, 7 ઝડપાયા




MORBI:મોરબી વજેપરના દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો, 7 ઝડપાયા

મોરબી: શહેરના વજેપર વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર એ-ડિવિઝન પોલીસે ત્રાટકીને સાત શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. આ રેડ દરમિયાન એક મહિલા આરોપીએ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે વજેપર શેરી નં. ૨૪માં આવેલા એક રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે આ સ્થળે દરોડો પાડતા દારૂના વેચાણનું નેટવર્ક પકડાયું હતું.
દેશી દારૂ: ૨૪ લીટર (૧૨૦ પ્લાસ્ટિક કોથળીઓ)
મોબાઈલ ફોન: ૦૬ નંગ કુલ કિંમત:૩૪,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
ઝડપાયેલા આરોપીઓની યાદીપોલીસે સ્થળ પરથી ૭ શખ્સોની ધરપકડ કરી છે:મનીષાબેન સુરેશભાઇ થરેસા (રહે. વજેપર, મોરબી),પ્રિતીબેન હિતેશભાઇ આજોલા (રહે. વજેપર, મોરબી),દાઉદભાઇ અબ્બાસભાઇ ખુરેશી (રહે. વજેપર, મોરબી),કલસિંગ અમરભાઇ ખડીયા (રહે. મધ્યપ્રદેશ, હાલ મોરબી),હરીસિંગ સંગ્રામસિંગ લુહાર (રહે. નેપાળ, હાલ મોરબી),મહાવીરસિંહ પ્રવિણસિંહ જાડેજા (રહે. ઓમ રેસિડેન્સી, મોરબી) ,જ્યારે મુખ્ય આરોપી સુરેશભાઈ ઉર્ફે સુડો થરેશા પોલીસની પકડમાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે, જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
ડ્રામા અને હથિયારોનો ગુનો દરોડા દરમિયાન મહિલા આરોપી મનિષાબેને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ પેદા કરી હતી અને પોલીસને ડરાવવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, આરોપીઓ પાસેથી જીવલેણ હથિયારો પણ મળી આવ્યા હતા, જે જાહેરનામાનો સીધો ભંગ છે.આ સમગ્ર મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ, ફરજમાં રુકાવટ અને હથિયારબંધીના ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



