MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો: ૩૮,૨૦૪નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત, આરોપી ફરાર

 

MORBI:મોરબીમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો: ૩૮,૨૦૪નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત, આરોપી ફરાર

સ્થાનિક સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શનાળા બાયપાસ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે, પોલીસ ત્રાટકી તે સમયે આરોપી ઘટનાસ્થળે હાજર મળી આવ્યો ન હતો.

મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ચોક્કસ પૂર્વ બાતમી મળી હતી કે શનાળા બાયપાસ પાસે મયુરભાઈ કાંતીભાઈ વાઘેલા નામના શખ્સના મકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીને આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઉક્ત રહેણાંક મકાન તેમજ તેની બાજુમાં આવેલા એક બંધ મકાનમાં સંયુક્ત રીતે રેઇડ કરી હતી.

પોલીસ સર્ચ ઓપરેશન દરમિયાન બંને મકાનોમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ઈંગ્લીશ દારૂની કુલ ૨૮૦ બોટલ તેમજ બિયરના ૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે આ તમામ ગેરકાયદેસર જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. ૩૮,૨૦૪/- થાય છે, તે મુદ્દામાલ તરીકે કબજે કર્યો છે.

દરોડાની આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી મયુર વાઘેલા પોલીસને હાથ લાગ્યો ન હતો અને તે સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી ધારા) હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!