TANKARA:ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ચાલતો જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા




TANKARA:ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ચાલતો જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા

શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ પર કડક નકેલ કસવા માટે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની સુચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા-લતીપર રોડ પર આવેલ સોસાયટીમાં મકાનમાં ચાલતા તીન પત્તીના જુગારધામ પર દરોડો પાડી પોલીસે ૬ શખ્સોને ઝડપી પાડ્યા છે.

ટંકારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા તથા તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે નીરજભાઇ પ્રવિણભાઇ કુકડીયા (રહે. ઇન્દ્રપ્રસ્થ-૦૧, જબલપુર પાટીયાની સામે, ટંકારા) પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવે છે આ બાતમીના આધારે પોલીસે મકાનમાં રેઇડ પાડતા તીન પત્તીનો રોન પોલીસનો જુગાર રમતા ૬ ઇસમો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.જપ્ત કરાયેલ મુદ્દામાલ: રોકડ રકમ: political/cash રૂ. ૯૨,૫૦૦/- મોબાઇલ ફોન: ૬ નંગ (કિંમત રૂ. ૬૦,૦૦૦/-) કુલ મુદામાલ: રૂ. ૧,૫૨,૫૦૦/- તથા ગંજીપત્તાના પાના (૫૨ નંગ) પકડાયેલા આરોપીઓની યાદી: ૧. નીરજભાઇ પ્રવિણભાઇ કુકડીયા (ઉ.વ. ૩૦) – રહે. ઇન્દ્રપ્રસ્થ-૦૧, ટંકારા ૨. નવઘણભાઇ હીરાભાઇ ઝાપડા (ઉ.વ. ૨૬) – રહે. ગોકુલનગર સોસાયટી, ટંકારા ૩. આશીષભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ. ૩૦) – રહે. ઉગમણા નાકા, ટંકારા ૪. સાગરભાઇ જયંતીભાઈ રૂપાલા (ઉ.વ. ૩૨) – રહે. નાની વાવડી, મોરબી ૫. કેવલભાઇ નરશીભાઈ કલોલા (ઉ.વ. ૨૮) – રહે. મહેન્દ્રનગર, મોરબી ૬. પ્રવિણભાઇ પરસોતમભાઇ કાવર (ઉ.વ. ૫૪) – રહે. ગોપાલ સોસાયટી, મોરબી-૦૨ ટંકારા પોલીસે છ એય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


