GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભડીયાદ કાંટા પાસે મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, મહિલા સહિત ૬ ઝબ્બે

 

MORBI:મોરબી: ભડીયાદ કાંટા પાસે મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, મહિલા સહિત ૬ ઝબ્બે

 

રૂ. ૫૮,૩૦૦ ની રોકડ રકમ સાથે સિટી બી ડિવિઝન પોલીસે પાડ્યા દરોડા

મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલા એક રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા એક મહિલા સહિત છ ઇસમોને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૫૮,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ભડીયાદ કાંટા પાસે આવેલા ડીલક્ષ પાન સામે આરોપી હિતેશભાઈ ત્રિવેદીના રહેણાંક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મકાનમાં રેડ પાડતા જુગાર રમતા ૬ ઈસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ – ૧. હિતેષભાઇ અતુલભાઇ ત્રિવેદી (ઉ.વ. ૨૮) – રહે. ભડીયાદ કાંટા પાસે, મોરબી – ૨. જતીનભાઇ દિનેશભાઇ ઝંઝવાડીયા (ઉ.વ. ૩૨) – રહે. જોધપર (નદી) ૩. સાહીલભાઇ કરીમભાઇ નાથાણી (ઉ.વ. ૨૩) – રહે. વીશીપરા, મદીના સોસાયટી, મોરબી-૧ – ૪. સીરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલીભાઇ પોપટીયા (ખોજા) (ઉ.વ. ૩૭) – રહે. સો-ઓરડી, શેરી નં-૦૬, મોરબી-૨ ૫. અરવિંદભાઇ ઉર્ફે ભુરો અજુભાઇ સોમાણી (ઉ.વ. ૩૩) – રહે. ભડીયાદ કાંટા પાસે, મોરબી ૬. યાસમીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચાણીયા (ઉ.વ. ૩૫) – રહે. યોગીનગર, શોભેશ્વર રોડ, મોરબી

પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૫૮,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!