MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સીએનજી રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબી સીએનજી રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક મહત્વની સફળતા મેળવી છે. સાયન્ટિફિક રોડ પરથી પસાર થતી એક સીએનજી રિક્ષામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

 

​મોરબી સિટી એ-ડિવિઝન પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે, કાલિકા પ્લોટ વિસ્તાર તરફથી એક સીએનજી રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સાયન્ટિફિક રોડ પર વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન શંકાસ્પદ રિક્ષા (નંબર: GJ-36-W-0987) આવતા પોલીસે તેને અટકાવી હતી. રિક્ષાની તલાસી લેતા તેમાંથી:વિદેશી દારૂની બોટલો: 576 નંગ (કિંમત રૂ. 1,28,160)સીએનજી રિક્ષા: (કિંમત રૂ. 50,000)
​કુલ મુદ્દામાલ: રૂ. 1,78,160 પોલીસે સ્થળ પરથી આરોપી મંજૂરહુસેન ઇસ્માઇલભાઇ જીંદાણી (રહે. સિપાઈ વાસ, મોરબી) ની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય એક શખ્સ રોહિત જીવણદાસ દુધરેજીયા (રહે. કાલિકા પ્લોટ, મોરબી) નું નામ ખુલ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!