GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના SP રોડ અને લીલાપર કેનાલ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એકની અટકાયત, અન્ય એકની શોધખોળ

 

MORBI:મોરબીના SP રોડ અને લીલાપર કેનાલ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એકની અટકાયત, અન્ય એકની શોધખોળ

 

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે એસ.પી. રોડ અને લીલાપર કેનાલ રોડ વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે. જ્યારે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલો મુખ્ય આરોપી પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેની ધરપકડ માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે એસ.પી. રોડના ખૂણા પાસે એક ઈસમ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી રણજીતભાઈ નારણભાઈ સંધાર (ઉં.વ. ૨૭, રહે. ખડીયાવાસ, જેલ રોડ, મોરબી) ને અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેના પેન્ટના નેફામાંથી ₹૧,૭૭૭ ની કિંમત ધરાવતી ‘બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી’ ની ૭૫૦ એમ.એલ.ની સીલપેક બોટલ મળી આવી હતી.

ઝડપાયેલા આરોપી રણજીતની કડક પૂછપરછ દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે પોતાના સાથીદાર અરવિંદ દાદુભાઈ ભાટી (રહે. વજેપર શેરી નં. ૪, મોરબી) સાથે મળીને લીલાપર કેનાલ રોડ પર આવેલી સુદર્શન સોસાયટી બાજુના કોમ્પ્લેક્સમાં, ‘દર્શના ટેઇલર્સ’ ની ઉપરના માળે આવેલી લોખંડના શટરવાળી બંધ દુકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે.

પોલીસે ઉપરોક્ત દુકાન પર દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી:વિદેશી દારૂની બોટલ: ૧૩ નંગ અલગ-અલગ દારૂના ચપલા: ૧૦૯ નંગ (કુલ મુદામાલ કિંમત ₹૪૧,૦૫૨/-) પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો પોલીસે સ્થળ પરથી કુલ ₹૪૨,૮૨૯ નો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી અરવિંદ ભાટીને ઝડપી પાડવા માટે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!