GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વિરપરડા ગામે રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે




MORBI:મોરબીના વિરપરડા ગામે રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

મોરબી : મોરબી તાલુકાના વિરપરડા ગામે આવેલા રાજબાઈ માતાજીના મંદિર ખાતે આગામી તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર આયોજિત રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિવસે રાસ ગરબા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં 28 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે ઓરિયા પરિવારના તમામ કલાકાર અને રાજલ સાઉન્ડના સથવારે રાસ ગરબાનું આયોજન ક૨વામાં આવ્યું છે. 1 માર્ચ ને શનિવારના રોજ સવારે 8 કલાકે યજ્ઞનું આયોજન કરાયું છે.જ્યારે બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.




