GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રાજગોર (કાઠી) બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

MORBI:મોરબીમાં રાજગોર (કાઠી) બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર – મોરબી દ્વારા ગત સોમવાર, ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મોરબી ખાતે શૈક્ષણિક પારિતોષિક અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગત શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર મોરબી જિલ્લાના અંદાજે ૫૦ થી ૬૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પારિતોષિક આપીને સમગ્ર સમાજ વચ્ચે બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં કેજીથી લઈને ધોરણ ૧૨ તેમજ કોલેજના તમામ તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત ચાલુ વર્ષે સરકારી કે બિનસરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, અન્ય શહેરોમાંથી મોરબી જિલ્લામાં આવીને સ્થાયી થયેલા જ્ઞાતિજનોનો પરિચય મેળવી સમાજના મુખ્ય પ્રવાહમાં આવકારવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબી કાઠી રાજગોર સમાજના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ જોશી, અગ્રણી શ્રી લાલજીભાઈ મંડીર, શ્રી હિતેશભાઈ મંડીર, શ્રી પ્રકાશભાઈ વેગડા, શ્રી જીતુભાઈ દવે, શ્રી ધીરુભાઈ જોશી અને શ્રી હરેશભાઈ તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મહિલા પાંખની સમગ્ર ટીમ અને મોરબી જિલ્લામાંથી બહોળી સંખ્યામાં કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવારો હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અંતે શ્રી હિતેશભાઈ મંડીરે “સંગઠન જ મોટી તાકાત છે” તેવો સંદેશ આપતાં સમાજના તમામ વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!