JAMNAGAR:જામનગર જિલ્લાના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ૩-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ




JAMNAGAR:જામનગર જિલ્લાના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ૩-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શીધી કાઢવા સુચના આપેલ હતી જે પૈકીના જામનગર પોલીસ અધિક્ષકશ્રી દ્રારા આરોપીઓ પર ઇનામ જાહેર કરેલ હોય અને તેવા આરોપીઓને અગ્રતા આપી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એચ.બાર નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલયા શ્રી પી.સી.સરતેજા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.

દરમ્યાન મળેલ માહિતી આધારે સ્ટાફના *કુલદીપસિહ ચુડાસમા, દિવ્યેશભાઇ સુવા, અનીરુધ્ધસિહ જાડેજા, નિકુલભાઇ પંપાણીયા તથા ડ્રા.ધર્મેન્દ્રસિહ જાડેજા* નાઓ દ્રારા (૧) જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. પ્રોહી. ગુરનં. ૦૮૮૮/૨૦૨૩ કલમ-૬૫એઇ વિ. મુજબના ઇંગલીશ દારૂના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી તેમજ (ર) રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર ઉધોગનગર પો.સ્ટે. પ્રોહી. ગુરનં. ૦૦૫૨/૨૪ કલમ- ૬૫એઇ વિ. મુજબના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ર વર્ષથી નાસતા-ફરતા આરોપી સુમીત ઉર્ફે સન્ની રાવતભાઇ દેથડીયા રહે. પુજા પાર્ક-ર, હુડકો પોલીસચોકી પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ વાળાને વાજડી ગામ તા.લોધીકા પાસેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના મેટોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી સારુ કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. તેમજ જેતપુર ઉધોગનગર પો.સ્ટે. નાઓને જાણ કરેલ છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, સી.એમ.કંટાલીયા તથા પી.સી.સરતેજા તેમજ ટેકનીકલ વર્ક ટીમ તથા ફિલ્ડ વર્ક ટીમના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.




