JAMNAGAR:જામનગર જિલ્લાના ઇનામી આરોપીઓ પૈકીના લુંટના ગુન્હામાં છેલ્લા ૫-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ




JAMNAGAR:જામનગર જિલ્લાના ઇનામી આરોપીઓ પૈકીના લુંટના ગુન્હામાં છેલ્લા ૫-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક *શ્રી નિર્લિપ્ત રાય (IPS)* રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શીધી કાઢવા સુચના આપેલ હતી જે પૈકીના જામનગર પોલીસ અધિક્ષકશ્રી દ્રારા આરોપીઓ પર ઇનામ જાહેર કરેલ હોય અને તેવા આરોપીઓને અગ્રતા આપી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના *પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એચ.બાર* નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના *પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા* તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, સંદિપસિંહ ઝાલા, મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી નાઓને મળેલ બાતમી હકિકત મુજબ રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી જામનગર જિલ્લાના પંચકોષી બી.ડિવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨/૨૧ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭, ૧૨૦બી, વિ. મુજબના વાડીમાં સુતેલા ફરીયાદી તથા સાહેદોને માર મારી રોકડ- દાગીના તથા અન્ય વસ્તુઓ મળી અંદાજે સાડા આઠ લાખના મુદ્દામાલની લુંટ કરેલ હતી જે ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા-ફરતા આરોપી – ભુવાનસીંગ રાયસીંગ વસુનીયા રહે. પીપલવા પો.સ્ટે. ટાન્ડા તા.કુકસી જી.ધાર (મધ્ય પ્રદેશ) વાળાને દાહોદ હાઇ-વે રાબડાલ બસસ્ટેશન નજીકથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જિલ્લાના પંચકોષી બી.ડિવી. પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા ઘટતી કાર્યવાહી કરેલ છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા તથા એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, સંદિપસિંહ રાઠોડ હેઙકોન્સ. રશીકભાઇ પટેલ, ધર્મેન્દ્રસિહ વાઘેલા, દિલીપસિંહ સિંધવ, પો.કોન્સ. મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી તથા ડ્રા. દિનેશભાઇ ગઢવી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.




