RAJKOT:રાજકોટ રેન્જ ટીમનો દરોડો: જામકંડોરણાના થોરડી ગામની સીમમાંથી ૭ જુગારીયાઓ ઝડપાયા




RAJKOT:રાજકોટ રેન્જ ટીમનો દરોડો: જામકંડોરણાના થોરડી ગામની સીમમાંથી ૭ જુગારીયાઓ ઝડપાયા

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) ના આદેશથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ ટીમે એક સફળ દરોડો પાડીને જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારના થોરડી ગામથી રામપર જવાના રસ્તે સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા અને ટીમે બાતમીના આધારે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સ દ્વારા વર્કઆઉટ કર્યું હતું. ત્યારબાદ જેતપુર ડીવાયએસપી શ્રી આર.એ.ડોડીયા પાસેથી વોરંટ મેળવી પો.સ.ઇ. શ્રી એ.વાય.ઉધાસ તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ:૧. વિક્રમસિંહ લિલુભા જાડેજા (રહે. થોરડી, જામકંડોરણા – વાડી માલિક) ૨. પુનીતભાઇ જશાભાઈ રાતડીયા (રહે. રામપર, જામકંડોરણા) ૩. કુંભ મનોજભાઈ શિયાળ (રહે. રામપર, જામકંડોરણા) ૪. શ્યામ ગોકળભાઈ મેવાડા (રહે. ગોંડલ રોડ, રાજકોટ) ૫. મનીષ બાબુભાઈ સોલંકી (રહે. ચરખડી, ગોંડલ) ૬. મનોજભાઈ કમાભાઈ શિયાળ (રહે. રામપર, જામકંડોરણા) ૭. મેહુલ ભગવાનજીભાઈ મેવાડા (રહે. મવડી મેઈન રોડ, રાજકોટ) જપ્ત કરાયેલ મુદ્દામાલ: રોકડ રકમ: રૂ. ૧,૨૮,૩૦૦/- અન્ય સામગ્રી: ૬ મોબાઇલ ફોન અને ૨ વાહનો કુલ મુદ્દામાલ: રૂ. ૨,૭૩,૩૦૦/- તમામ આરોપીઓ સામે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની ધોરણસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


