MORBI મોરબીના બગથળા-કાંતિપુર રોડ તદ્દન ભંગાર હાલતમાં! તાત્કાલિક રીપેરીંગ કરવા માંગ!

MORBI મોરબીના બગથળા-કાંતિપુર રોડ તદ્દન ભંગાર હાલતમાં! તાત્કાલિક રીપેરીંગ કરવા માંગ!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી તાલુકાના બગથળા થી કાંતિપુર નો રોડ તદ્દન ભંગાર હાલતમાં હોય તેને તાત્કાલિક રીપેરીંગ કામ કરવા માં આવે તેવી માંગણી કરવામાં આવી છે
આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાનાં બગથળા થી કાંતિપુરને જોડતો રોડ ભંગાર હાલતમાં જોવા મળે છે ઠેર ઠેર ગાબડાં પડી ગયાં છે કોઈ વાહન ઝડપથી ચાલી શકે નહીં તેવો બિસ્માર હાલત રોડ ની છે. જેનેરીપેર કરવા માગ કરવાની જરૂર છે. જ્યારે આમ આદમી પાર્ટીનાં નેતા કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી નેં રજુઆત કરી છે આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીના બગથળા ગામથી કાંતિપુર ગામને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. જો કોઈ બીમાર વ્યક્તિને સારવાર માટે લઈ જવા હોય તો પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. મોરબી આવવા માટે અવર-જવરમાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. તેથી તાત્કાલિક આ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે. જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું છે.










