MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ

 

MORBI:મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરવા અનુરોધ

શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માં ઉપલબ્ધ ખાલી બેઠકો પર મેરિટના આધારે અપાશે પ્રવેશ; ધોરણ-૧૦ માં ૬૦ ટકા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

નિયત ફોર્મ અને જરૂરી દસ્તાવેજો શાળા કચેરીએ રૂબરૂ અથવા ઈ-મેઈલ દ્વારા ઓનલાઈન સબમિટ કરી શકાશે

મોરબી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડતી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય-મોરબી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ) ની ઉપલબ્ધ ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉત્સુક ઉમેદવારો પાસેથી આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૬ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.

 

આ નિવાસી શિક્ષણ વ્યવસ્થાનો લાભ લેવા માટે ઉમેદવારે શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબી જિલ્લાની માન્ય સી.બી.એસ.ઈ. (CBSE) અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સંલગ્ન શાળામાંથી ધોરણ-૧૦ ની પરીક્ષા ઓછામાં ઓછા ૬૦% ગુણ સાથે પાસ કરેલી હોવી અનિવાર્ય છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર ઉમેદવારે ધોરણ-૧૦ માં વિજ્ઞાન અને ગણિત વિષયમાં પણ ન્યૂનતમ ૬૦% ગુણ મેળવેલા હોવા જોઈએ. વયમર્યાદાના નિયમ અનુસાર, વિદ્યાર્થીની જન્મતારીખ ૦૧-૦૬-૨૦૦૯ થી ૩૧-૦૭-૨૦૧૧ ની વચ્ચે (બંને તારીખો સહિત) હોવી જરૂરી છે.

 

પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પસંદગી નવોદય વિદ્યાલય સમિતિના નિયમોનુસાર ધોરણ-૧૦ ની બોર્ડ પરીક્ષાના ગુણોના મેરિટના આધારે તદ્દન પારદર્શી રીતે કરવામાં આવશે.

પ્રવેશ ફોર્મ મેળવવા માટે ઈચ્છુકોએ જવાહર નવોદય વિદ્યાલય-મોરબીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.navodaya.gov.in કે www.jnvmorbi.org.in પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલું આ અરજીપત્રક જરૂરી શૈક્ષણિક દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલો સાથે શાળાની કચેરીએ સમય દરમિયાન રૂબરૂ જમા કરાવી શકાશે અથવા સંસ્થાના સત્તાવાર ઈ-મેઈલ jnvmorbi@gmail.com પર ઓનલાઈન પણ મોકલી શકાશે, તેમ જવાહર નવોદય વિદ્યાલય-મોરબીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!