MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે સહાયનો લાભ લેવા અનુરોધ

 

MORBI:મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે સહાયનો લાભ લેવા અનુરોધ

 

સફાઈ કામદારો અને તેમના આશ્રિતો ને કોઈ પણ મર્યાદા વિના સીધી બેંક ખાતામાં સહાય ચૂકવાશે

લાભ મેળવવા માટે ‘ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ-ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત પરિવારોના સામાજિક ઉત્થાન અને સુખાકારી માટે ‘ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ કલ્યાણકારી યોજના હેઠળ પાત્રતા ધરાવતા અરજદારોને પોતાના રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યક્તિગત ધોરણે કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- (એક લાખ સિત્તેર હજાર) ની આર્થિક સહાય ચાર સરખા હપ્તામાં નિયમનુસાર ચૂકવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સફાઈ કામદારોના સર્વાંગી હિતને ધ્યાને રાખીને આ યોજનામાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી.

 

મોરબી જિલ્લાના તમામ સફાઈ કામદારો અને તેમના આશ્રિતો આ યોજનાનો મહત્તમ લાભ લઈને પાકા ઘરનું સપનું સાકાર કરી શકે તે માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવીછે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ સરકારશ્રીના સત્તાવાર https://eSamajkalyan.gujarat.gov.in (ઈ-સમાજ કલ્યાણ) પોર્ટલ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે.

 

આ યોજના અંગેની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અથવા અન્ય કોઈ પણ પ્રકારની વિગતવાર માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે અરજદારોએ ‘જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ નં. ૪૬-૪૭, મોરબી’ ખાતે રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે, તેમ મોરબી જિલ્લા નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!