MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: વેપારી પાસે લિફ્ટ માંગી છરીની અણીએ રૂ. 65 હજારની લૂંટ

MORBI:મોરબીમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: વેપારી પાસે લિફ્ટ માંગી છરીની અણીએ રૂ. 65 હજારની લૂંટ

 

મોરબી: મોરબી શહેરમાં તસ્કરો અને ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના નવલખી રોડ પર રહેતા એક વેપારીને લિફ્ટ આપવી ભારે પડી છે. બે શખ્સોએ વેપારી પાસે લિફ્ટ માંગી, અવાવરૂ ગલીમાં લઈ જઈ છરી બતાવી રોકડ અને બાઈકની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.

મૂળ રાજસ્થાનના અને હાલ મોરબીના નવલખી રોડ પર આવેલ ન્યુ શ્રધ્ધાપાર્કમાં રહેતા ભુરારામ નરશીરામ ચૌધરી (ઉ.વ. 32) નામના વેપારીએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આરોપી નામ: 1. દેવાસિંગ ભરતસિંહ સરદારજી (રહે. લાયન્સનગર, મોરબી) 2. કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી (રહે. વીશીપરા, મોરબી)

 

ફરિયાદ મુજબ, આરોપીઓએ ભુરારામના હોન્ડા સાઈન મોટરસાયકલ (નંબર GJ-3-EQ-3881) માં બજારમાં જવા માટે લિફ્ટ માંગી હતી. વેપારીએ માનવતા દાખવી લિફ્ટ આપી, પરંતુ આરોપીઓ તેમને મોરબી કબ્રસ્તાન સામે મંગલભુવન ગરબી ચોકથી આગળ એક અંધારાવાળી ગલીમાં લઈ ગયા હતા.

ત્યાં આરોપી કુલદીપસિંગે છરી બતાવી વેપારીને ડરાવ્યા હતા અને ખિસ્સામાં રહેલી રૂ. 15,000ની રોકડ રકમ લૂંટી લીધી હતી. આટલું જ નહીં, આરોપીઓ વેપારીનું રૂ. 50,000ની કિંમતનું મોટરસાયકલ પણ પડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.

વેપારીની ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!