સાત ફેરા કે મોતનો ફંદો..?? આધુનિકતાના નામે નૈતિકતાનું ચીરહરણ.- લેખક અમિત ત્રિવેદી




સાત ફેરા કે મોતનો ફંદો..?? આધુનિકતાના નામે નૈતિકતાનું ચીરહરણ.- લેખક અમિત ત્રિવેદી

આજની કહેવાતી આધુનિકતા અને વિકૃત વ્યક્તિવાદી માનસિકતા આપણા સમાજને કઈ ભયાનક દિશા તરફ ધકેલી રહી છે, તેનો જીવતો-જાગતો અને કમકમાટી ઉપજાવે તેવો દાખલો પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડે આપણી સામે મૂક્યો છે. જે સંબંધોને આપણે ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર, અતૂટ અને સર્વોચ્ચ વિશ્વાસનો પર્યાય માનતા આવ્યા છીએ, તે સંબંધો આજે ક્રૂર કાવતરાં અને લોહીથી ખરડાઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય ગુનો નથી, આ માનવતા અને કૌટુંબિક વ્યવસ્થાના ચરિત્ર પર લાગેલો એક એવો કાળો ડાઘ છે જે સમાજની આખી માનસિકતાને અંદરથી હચમચાવી મૂકે છે.

પરંતુ સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ પુણેની ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી. જો આપણે ભૂતકાળ અને વર્તમાનના પૃષ્ઠો ફેરવીએ, તો ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી પત્ની અથવા થનારી પત્ની દ્વારા જ પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જે સાબિત કરે છે કે આ વિકૃતિ હવે એક સામાજિક રોગ બની રહી છે.
દેશના ખૂણે-ખૂણામાંથી સામે આવેલા આ કિસ્સાઓ દર્શાવે છે કે જ્યારે નૈતિકતા મરી પરવારે છે ત્યારે પવિત્ર ગણાતા સાત ફેરા પણ મોતનો ફંદો બની જાય છે:
મેઘાલય (હનીમૂન મર્ડર – ૨૦૨૫): મધ્ય પ્રદેશના ઇન્દોરથી એક નવપરિણિત યુગલ (રાજા રઘુવંશી અને સોનમ) મેઘાલયના ચેરાપુંજીમાં હનીમૂન મર્ડર માટે ગયું હતું. લગ્નના માંડ ૧૨ દિવસ થયા હતા. ત્યાં પત્ની સોનમે પોતાના પ્રેમી સાથે મળીને સોપારી આપી, પતિ રાજાને ચેરાપુંજીની ઊંડી ખીણમાં ધક્કો મરાવી દીધો અને તેને માત્ર એક અકસ્માત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.
કેરળ (કુડ્ડાથાઈ સાયનાઈડ કિલિંગ્સ): આખા દેશને સ્તબ્ધ કરી દેનારો આ કિસ્સો કેરળનો છે. જ્યાં જોલી જોસેફ નામની મહિલાએ સંપત્તિ અને પોતાના અનૈતિક સંબંધો માટે એક પછી એક ૧૪ વર્ષના ગાળામાં પોતાના પતિ (રોય થોમસ) સહિત પરિવારના ૬ સભ્યોને ખોરાકમાં સાયનાઈડ આપીને રિબાવી રિબાવીને મારી નાખ્યા હતા.
બિહાર (મુઝફ્ફરપુર કેમિકલ બ્લાસ્ટ કિલિંગ): બિહારના મુઝફ્ફરપુરમાં રાધા નામની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિ રાકેશની હત્યા કરી એટલું જ નહીં, પરંતુ લાશને સગેવગે કરવા માટે તેના ટુકડા કરી ભાડાના મકાનમાં કેમિકલથી ઓગળવાનો પ્રયાસ કર્યો હતો. કેમિકલના વિસ્ફોટ થવાને કારણે આ ઘૃણાસ્પદ પાપ બહાર આવ્યું હતું.
જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય અને પત્ની જ કાળ બનીને સામે આવે, ત્યારે સમાજ વ્યવસ્થાના પાયા હચમચી જાય છે.
૧. વિશ્વાસનો શ્વાસ રુંધાયો: સંબંધો હવે પવિત્ર કે પિશાચી?એક પુરુષ અને તેનો પરિવાર જે યુવતી પર આખી જિંદગીની જવાબદારી અને ઘરની આબરૂ સોંપવાનો અતૂટ ભરોસો મૂકે છે, તે જ યુવતી તેનો જીવ લેવા કાવતરાં ઘડે ત્યારે ‘વિશ્વાસ’ નામનો શબ્દ જ નાબૂદ થઈ જાય છે.
૨. ક્ષણિક આકર્ષણ અને સ્વાર્થ માટે ક્રૂરતાની પરાકાષ્ઠા તમે કોઈ બીજાને પ્રેમ કરો છો, સામાજિક દબાણ હેઠળ લગ્ન નથી કરવા કે સંબંધ નથી રાખવો—તો સાચું બોલવાની હિંમત કેમ નથી?
૩. ડિજિટલ સ્યુડો-લાઈફ અને ક્રાઈમ થ્રિલર્સનો નશો આજની પેઢી આભાસી આઝાદી અને વેબ સિરીઝ કે સોશિયલ મીડિયાના એવા નશામાં અંધ બની ગઈ છે જ્યાં તેમને વાસ્તવિક જીવનની કિંમત સમજાતી જ નથી.
૪. પરિવારોની બરબાદી અને સમાજમાં ભયનો માહોલ આવી એક ઘટના માત્ર એક વ્યક્તિનો જીવ નથી લેતી, પરંતુ બે પરિવારોને જીવતેજીવ મારી નાખે છે.વખત આવી ગયો છે આક્રોશનો અને આત્મમંથનનો આપણે કેવા નકામા ભૌતિક વિકાસ અને ખોટી આધુનિકતા પાછળ દોડી રહ્યા છીએ જ્યાં સંસ્કાર, નૈતિકતા અને માનવતાના મૂલ્યો કચડાઈ રહ્યા છે?



