GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આઈ.ટી.આઈ. ખાતે મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા

મોરબીમાં ૭ થી ૮ જાન્યુઆરી દરમિયાન પ્રિ-વાઇબ્રન્ટના ભાગરૂપે યોજાશે રાજકોટ રિજીયનની આઈ.ટી.આઈ.માંથી પસંદગી પામેલ પ્રોજેક્ટ/મોડેલની સ્પર્ધા

 

 

ટેકનોલોજી ક્ષેત્રે કંઈક નવું શીખવા ઈચ્છુક મોરબીના વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓ માટે સુવર્ણ તક

મોરબી આઈ.ટી.આઈ. ખાતે મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધા

મોરબીમાં પ્રિ-વાઇબ્રન્ટના ભાગરૂપે મોરબી આઈ.ટી.આઈ. ખાતે આગામી ૭ થી ૮ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ વિભાગ આઇટીઆઈની પ્રોજેક્ટ મોડલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાઓના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ (સૌરાષ્ટ્ર કચ્છ રિજીયન) ની તમામ આઈ.ટી.આઈ.માંથી પસંદગી પામેલ પ્રોજેક્ટ/મોડેલની સ્પર્ધા યોજાનાર છે. આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ/મોડેલનું પ્રદર્શન કરવામાં આવશે. જે મોરબીના ટેકનોલોજી ક્ષેત્રે કંઈક નવું શીખવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓ માટે સુવર્ણ તક છે જેથી સ્પર્ધા અને પ્રદર્શનો નિહાળવા ઉપસ્થિત રહેવા સર્વે મોરબીવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!