HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ઘનશ્યામગઢ ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સો રૂ. ૩૨,૪૬૦ની રોકડ સાથે ઝડપાયા

 

HALVAD:હળવદ ઘનશ્યામગઢ ગામની સીમમાં જુગાર રમતા સાત શખ્સો રૂ. ૩૨,૪૬૦ની રોકડ સાથે ઝડપાયા

 

 

હળવદ તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૩૨,૪૬૦ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ઘનશ્યામગઢ ગામની સીમમાં, કોંઢ જવાના જૂના રસ્તે આવેલી અજીતભાઈ ચૌહાણની વાડી પાસે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો.પોલીસે જુગાર રમતા સાત ઇસમોને દબોચી લીધા હતા:અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ (રહે. ઘનશ્યામપુર),દિનેશભાઈ નરશીભાઈ સોનાગ્રા (રહે. ઘનશ્યામપુર) ,દયારામભાઈ લખમણભાઈ સોનાગ્રા (રહે. ઘનશ્યામપુર) ,દયારામભાઈ ભીખાભાઈ ધારીયા (પરમાર) (રહે. હળવદ) ,રઘુવિરસિંહ ખોડુભા ઝાલા (રહે. કોયબા, તા. હળવદ) ,જગદીશભાઈ મુગટલાલ રાવલ (રહે. કોયબા, તા. હળવદ).પોલીસે રેડ દરમિયાન પત્તા ટિંચતા આ શખ્સો પાસેથી રૂપિયા ૩૨,૪૬૦ની રોકડ રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!