
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ બુધવારે રાત્રીનાં 8:00 વાગ્યા સુધીમાં મોટાભાગની ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ.ગત રવિવારે યોજાયેલા ડાંગ જિલ્લાનાં 42 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી બુધવારે સવારથી ચાલુ થઈ ગઈ હતી.જેમાં સાંજે 8:00 કલાક સુધીમાં 42 ગ્રામ પંચાયતમાંથી 28 જેટલી ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયુ હતુ. જેમાં આહવા તાલુકાના ગાઢવિહિર ગ્રામ પંચાયતમાં આકાબેન હર્ષદભાઈ ભોયે, ભિસ્યા ગ્રામ પંચાયતમાં મુનેશભાઈ દેશમુખ, શામગહાનમાં સુનીલ ગંગારામ ભોંયે,ભવાનદગડ ગ્રામ પંચાયતમાં કિશોરભાઈ ગાવીત, ગલકુંડ ગ્રામ પંચાયતમાં સુરેશભાઈ જીવાભાઇ વાઘ,નાંદનપેડામાં વિનેશભાઈ આહીરનો વિજય થયો હતો.અને વાંગણ ગ્રામ પંચાયતમાં કાશીબેન શુક્કરિયાભાઈ પવાર, ગોંડલવિહીર ગ્રામ પંચાયતમાં ધર્મેશભાઈ બંગાળ, લિંગા ગ્રામ પંચાયતમાં રેખાબેન અનિલભાઈ ગવળીનો સરપંચ પદ માટે વિજય થયો હતો.વઘઈ તાલુકામાં સાકરપાતળ ગામે મંગલેશભાઈ ભોયે, રંભાસમાં પરેશભાઈ ધરમુભાઈ ગાવિત, આંબાપાડામાં અસ્મિતાબેન ગવળી, ભેંસકાતરી માં મિનેષભાઈ ગામીત, ડોકપાતળમાં સાનુ સંજયભાઈ ચૌધરી, ભદરપાડામા કલ્પેશભાઈ રામચંદ્ર ઠાકરે, કાલીબેલમાં સુભાષ મગનભાઈ પાડવી, બાજ ગામમાં અરુણાબેન હરિભાઈ ધુમાડ અને ટેકપાડામાં સુભાષભાઈ લખુભાઇ પાડવી, માનમોડીમાં નગીનભાઈ ગાવીત સરપંચ પદ માટે વિજય થયા હતા. જ્યારે સુબીર તાલુકામાં સાવરદા ગામે રવિનાબેન ગાવીત (હાલના સુબીર તાલુકા પંચાયત પ્રમુખ), કડમાળમાં રવિન્દ્ર જયરામભાઈ ગાવીત, વહુટીયા માં હીરામણ ગવળી,પીપલદહાડ માં કરસનભાઈ બાબુરાવ ચૌધરી, ખાંભલામાં કલાબેન મણીલાલ કામડી, ગોહાણમાં કમળાબેન મગનભાઈ દેસાઈ,કસાડબારીમાં ગીતાબેન જયેશભાઈ પવાર, બેહદડુનમાં ભાવનાબેન રામસીંગ માળવી અને સાજુપાડામાં જીતુભાઈ હરિભાઈ ગામીત નો હરીફ ઉમેદવાર કરતા વધુ મત મળતા વિજયી થયા હતા.જ્યારે આ લખાઈ છે ત્યાં સુધીમાં ત્રણેય તાલુકામાં 14 જેટલી ગ્રામ પંચાયતની મતગણતરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ છે…





