MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના મિતાણામાં તસ્કરોનો આતંક: ફેક્ટરીના મેદાનમાંથી 1.50 લાખના કોપર કેબલની ચોરી

TANKARA:ટંકારાના મિતાણામાં તસ્કરોનો આતંક: ફેક્ટરીના મેદાનમાંથી 1.50 લાખના કોપર કેબલની ચોરી

 

ટંકારા તાલુકામાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. મિતાણા ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીને નિશાન બનાવી અજાણ્યા શખ્સો આશરે રૂપિયા 1.50 લાખની કિંમતના કોપર કેબલ ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

રાજકોટના કાલાવડ રોડ પર રહેતા અને મૂળ ધોરાજીના વાડોદર ગામના વતની મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડીયા (ઉ.વ. 53) એ આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મિતાણા ગામની સીમમાં આવેલી ‘ફલોરોન’ નામની ફેક્ટરીના ખુલ્લા મેદાનમાં કોપરના કેબલ રાખવામાં આવ્યા હતા.

કોઈ અજાણ્યા તસ્કરોએ મોકો જોઈને મેદાનમાં પડેલા નાની-મોટી સાઈઝના કેબલના ગુંચળાની ચોરી કરી હતી. ચોરી થયેલા આ કોપર કેબલનું વજન આશરે 150 કિલોગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત અંદાજે ₹1,50,000 આંકવામાં આવી છે.

ફેક્ટરીમાં થયેલી આ મોટી ચોરી અંગે મુકેશભાઈએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફેક્ટરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!