પૈસા આપો અને બાયપાસ પાણીનું કનેક્શન લઈ જાઓ!
માસ્ટર માઈન્ડ ડેપ્યુટી ઈજનેર મયુર ચોડાવાડિયા કહેવાથી પરબત હુન અને ચિરાગ ભુવા એ લાખોના ઊઘરાના કર્યા હોવાનો ખાનગી રાહે માહિતી મળી.
બોલો લ્યો જે પાણી માટે મોરબીની જનતા તરસે છે એ પાણી લાખોના ભાવે વેચાય છે ને એ પણ બાયપાસ…!!
GWIL ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ના ભ્રષ્ટ અધિકારીઓ હવે માજા મૂકી છે. પૂર્વે પણ ગાંધીનગરથી ટીમો ત્રાટકી હતી અને બાયપાસ આપેલ કનેક્શન શોધી કાઢ્યા હતા.પરંતુ મોરબી GWIL ના કર્મચારીઓ કોઈથી ડરતા નથી. નીચેથી ઉપર સુધી સિસ્ટમ ગોઠવાઈ ગયેલી હોઈ અને બધા સાથે હળી મળીને ગેરકાયદેસર બાયપાસ કનેશન આપીને ઊઘરાના કરતા હોવાથી ડે. ઈજનેર મયુર ચોડાવડીયાને કોઈની બીક નથી.
મળતી માહિતી મુજબ ખેડૂતો પાસેથી પરબત હુન પૈસા ઉઘરાની કરતો હતો તેમજ એક ખેતરને પાણી પાવા માટે રૂપિયા પાંચ હજાર સુધીની માંગણી કરતો હતો.જ્યારે ચિરાગ ભુવા પણ ઘણી વાર કારખાને દારો પાસેથી ગેરકાયદેસર બાયપાસ કનેક્શન અપાવી મહિને લાખો રૂપિયા ની બાયપાસ કમાણી કરી લેતો હતો.
સમગ્ર મામલો હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે. જેના આધારે પુરાવ પણ હવે વાત્સલ્યમ ન્યૂઝના હાથે લાગ્યા છે સમગ્ર આધાર પુરાવા લોકો સમક્ષ એક પછી એક મુકતા રહીશું.ત્યાં સુધીમાં GWIL ના અધિકારીઓ કુમ્ભ કર્ણ નિંદ્રામાંથી જાગેને જાતે જ કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ એ જોવાનુ રહ્યું.