MORBIMORBI CITY / TALUKO

SUREDRANAGAR સાયલાના સુદામડામાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમનો મોટો દરોડો: 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

SUREDRANAGAR સાયલાના સુદામડામાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમનો મોટો દરોડો: 3.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પો.સ્ટે. વિસ્તારના સુદામડા ગામની સીમ વિસ્તારમાં અલગ-અલગ ૨ ખાણો માંથી ગેરકાયદેસર ખનીજ ખનન કરતા ઇસમોને બ્લેક સ્ટોન ભરેલા આઇવા ડમ્પર (૯), હિટાચી મસીન (૪) મળી કુલ રૂ.૩,૪૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક *શ્રી નિર્લિપ્ત રાય (IPS)* રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના *પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ* નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના *પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા* તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.

દરમ્યાન સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ, ફતેસિંહ પરમાર નાઓને મળેલ હકીત આધારે P.S.I. શ્રી બી.સી.મીયાત્રા તથા સ્ટાફના અનીરુધ્ધસિહ જાડેજા, વકારભાઇ આરબ, ગોવીંદભાઇ ધાંધળ* નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ સુદામડા ગામની સીમમાંથી અમુક ઇસમો ગેરકાયદેસર ખાણો ચલાવી (બ્લેક સ્ટોન) નુ ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ કરી રેઇડ કરતા ખાણ-૧ સુરેશભાઇ મંગળુભાઇ ખવડ રહે.નવાગામ સાયલા વાળાની દેખરેખ હેઠળ ચલાવનાર હરેશભાઇ માણસીભાઇ ખવડ રહે. સાયલા વાળા ને બ્લેક સ્ટોન ભરેલા ડમ્પર (૬) તથા હિટાચી મસીન (ર) તેમજ ખાણ-ર બાબભાઇ મેરામભાઇ ખવડ રહે. સુદામડા તા.સાયલા વાળાની દેખરેખ હેઠળ ચલાવનાર જેઠુરભાઇ લઘરભાઇ ખવડ રહે. સુદામડા તા.સાયલા વાળાને બ્લેક સ્ટોન ભરેલા ડમ્પર (૩) તથા હિટાચી મસીન (ર) મળી કુલ કિ.રૂ.૩,૪૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી સ્થાનીક પોલીસને જાણ કરી કસુરદાર તથા સીઝ કરેલ મુદ્દામાલ ઉપર કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારૂ ખાણખનીજ ના અધિકારીશ્રીઓને આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!