MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું: ‘વન વીક વન રોડ’ અભિયાન હેઠળ મચ્છીપીઠમાં દબાણો દૂર કરવામાં આવ્યા 

 

MORBI:મોરબીમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું: ‘વન વીક વન રોડ’ અભિયાન હેઠળ મચ્છીપીઠમાં દબાણો દૂર કરવામાં આવ્યા

મોરબી શહેરમાં ટ્રાફિક અને રસ્તાની સફાઈને અગ્રતા આપવા માટે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ “વન વીક વન રોડ” અભિયાન આજે ફરી એક્શન મોડમાં જોવા મળ્યું હતું. શહેરના વ્યસ્ત એવા જુના બસ સ્ટેશન પાસે આવેલા મચ્છીપીઠ વિસ્તારમાં આજે તંત્ર દ્વારા વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

 

વન વીક વન રોડ (One Week One Road) મચ્છીપીઠ, જુના બસ સ્ટેશન પાસે જેસીબી અને નગરપાલિકાના ટ્રેક્ટરો પોલીસ કડક કાફલો અને મનપાના ઉચ્ચ અધિકારીઓની હાજરી

મચ્છીપીઠ વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, તંત્રની કાર્યવાહી બાદ થોડા જ સમયમાં ફરીથી અહીં ગેરકાયદેસર દબાણો ખડકાઈ જતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે મહાનગરપાલિકાની દબાણ શાખાએ જેસીબીની મદદથી કાચા-પાકા દબાણો અને રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લાઓ હટાવ્યા હતા.

 

કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગોને મોકળા કરવા માટે આ અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. દબાણકર્તાઓને કડક સૂચના આપવામાં આવી છે કે ફરીથી રસ્તા પર દબાણ કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી સાથે માલસામાન જપ્ત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!